IPL 2022 : રિકી પોન્ટિંગની લીડરશિપ ક્વોલિટીને લઇને આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આપ્યું મહત્વનું નિવેદન

શેન વોટસન છેલ્લે IPL માં ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ તરફથી રમ્યો હતો. હવે પહેલીવાર IPL માં સહાયક કોચની ભુમિકામાં જોવા મળશે.

IPL 2022 : રિકી પોન્ટિંગની લીડરશિપ ક્વોલિટીને લઇને આ દિગ્ગજ ઓલરાઉન્ડરે આપ્યું મહત્વનું નિવેદન
Delhi Capitals (PC: DC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:55 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સહાયક કોચ શેન વોટસન (Shane Watson) એ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) ની નેતૃત્વ ગુણવત્તાની પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) દરમિયાન દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પોન્ટિંગ સાથે કામ કરતો જોવા મળશે. તમને જણાવી દઇએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત 26 માર્ચથી થઇ રહી છે. શેન વોટસને ગ્રેડ પોડકાસ્ટ પર રિકી પોન્ટિંગ સુકાની હતો ત્યારે ઓસ્ટ્રેલિયા સાથેના તેના સમયને યાદ કર્યો હતો. શેન વોટસને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં અનુભવી ખેલાડીનું ખૂબ સન્માન કરવામાં આવતું હતું.

તેણે વધુમાં કહ્યું કે, જ્યારે રિકી પોન્ટિંગ વાત કરે છે ત્યારે લાગે છે કે તે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે. રિકી પોન્ટિંગ બોલતાની સાથે જ બધા ચૂપ થઈ જાય છે. મીટિંગમાં તે વધારાના શબ્દોનો ઉપયોગ કરતા નથી અને તેની જરૂર પણ નથી. તે વસ્તુઓને સરળ બનાવે છે અને તે લોકોને કેવી રીતે પ્રેરણા આપવી તે જાણે છે. તે ટીમના તમામ સભ્યો સાથે સાદગીથી વાત કરે છે.

પોન્ટિંગ સાથે કામ કરવાને લઇને શેન વોટસન ઉત્સાહિત છે

રિકી પોન્ટિંગ સાથે કામ કરવાને લઇને શેન વોટસને જમાવ્યું કે, આ મારા નસીબમાં (કોચિંગ) હતું. જો મારે કોચિંગ ફિલ્ડમાં જવું હતું અને મારે કોચિંગમાં પાઠ ભણવા હોય તો તે રિકી હેઠળ થવાનું હતું. તે શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે જેની સાથે મેં કામ કર્યું છે. તે એક અદ્ભુત વ્યક્તિ છે, તે લોકોની ચિંતા કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શેન વોટસને ખુલાસો કર્યો કે રિકી પોન્ટિંગ સિવાય જો તે કોઇ કોચ સાથે કામ કરવા માંગતો હોય તો તે ન્યુઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ છે. તેણે વધુમાં ઉમેર્યું કે, જો મને તક મળી હોત તો તે પોન્ટિંગ હોત અથવા સ્ટીફન ફ્લેમિંગ હોત. કારણ કે ફ્લેમિંગ પણ પોન્ટિંગની શૈલીને અનુસરે છે. હું તેની સાથે પહેલા તેની કેપ્ટનશીપમાં અને ત્યારબાદ મેન્ટર તરીકે રમ્યો છું. તેથી રિકી સાથે ફરીથી કામ કરવું મારા માટે એક મોટી બાબત છે.

આ સિવાય વોટસને એ પણ કહ્યું કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને રિકી પોન્ટિંગથી કેવી રીતે ફાયદો થઈ શકે છે. તેણે કહ્યું કે દિલ્હી કેપિટલ્સ કેમ્પની અંદર સૌથી મોટી વાત એ છે કે ઋષભ પંત એક સારો અને ગતિશીલ વ્યક્તિ અને ખેલાડી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે તેનો રિકી પોન્ટિંગના માર્ગદર્શન હેઠળ કેવી રીતે આગળ વધે છે. તે (પોન્ટિંગ) તેને કેપ્ટનશિપના મામલે મજબૂત આધાર આપવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : CSK vs KKR Playing XI, IPL 2022: ચેન્નાઈ અને કોલકાતા આ ખેલાડીઓને પ્રથમ મેચમાં આપી શકે છે તક, આ હશે પ્લેઈંગ ઈલેવન

આ પણ વાંચો : IPL 2022 Opening Ceremony: સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને

g clip-path="url(#clip0_868_265)">