IPL 2022 Opening Ceremony: સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન એટલે કે આઈપીએલ 2022નું આયોજન 26 માર્ચથી થવાનું છે. આ વખતે IPLની કોઈ ઓપનિંગ સેરેમની નહીં થાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2022 Opening Ceremony:  સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને
IPL 2022 BCCI cancels opening ceremonyImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 11:33 AM

IPL 2022 Opening Ceremony: બીસીસીઆઈએ કોરોનાવાયરસ (COVID-19) પ્રતિબંધોને લઈને આ નિર્ણય લીધો છે. આઈપીએલ (IPL) 2018 થી વિવિધ કારણોસર ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો નથી. પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2019નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ ભંડોળ શહીદોના પરિવારોને દાનમાં આપવામાં આવ્યું હતું. એ જ રીતે, છેલ્લી બે ઓપનિંગ સેરેમની (IPL 2020 અને IPL 2021) COVID-19 રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 IPL 2022 ની ઓપનિંગ સેરેમની રદ કરવા અંગે ચાહકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે

ક્રિકબઝના સમાચાર અનુસાર, 15 એપ્રિલ સુધી IPLની મેચો માટે ગ્રાઉન્ડ પર માત્ર 25 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી છે. જોકે, બીસીસીઆઈને વિશ્વાસ છે કે, લીગ આગળ જતાં વધુ દર્શકોને મંજૂરી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધીની મેચો દરમિયાન, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 9,800 થી 10,000, બ્રેબોર્ન સ્ટેડિયમમાં 7,000 થી 8,000, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 11,000 થી 12000 અને પુણેના MCA સ્ટેડિયમમાં 12,000 લોકોને સમાવવાની મંજૂરી આપવામાં આવી છે.

લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે

iPLની 15મી (IPL 2022) સિઝન એક અલગ રંગ અને સ્વરૂપમાં રમાશે. ટીમોની જર્સીથી લઈને રમતોના નિયમો અને ફોર્મેટ બદલાઈ ગયા છે. 26 માર્ચથી શરૂ થનારી આ સિઝનમાં ઘણું નવું હશે. લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. છેલ્લા બે વર્ષથી યુએઈમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પહેલો તબક્કો ભારતમાં રમાયો હતો પરંતુ કોરોના વાયરસ (Coronavirus) ને કારણે બીજો તબક્કો UAEમાં રમાયો હતો.

આ પણ વાંચો : West Bangal: કલકત્તા હાઈકોર્ટ આજે બીરભૂમ હિંસા કેસમાં આદેશ જારી કરી શકે છે, NHRCએ મમતા સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો

g clip-path="url(#clip0_868_265)">