Wimbledon 2021: ફાઈનલમાં પહોંચેલી ટેનિસ સ્ટાર એશ બાર્ટી રમી ચુકી છે ક્રિકેટ ટૂર્નામેન્ટ

એશ બાર્ટી શનિવારે વિમ્બલ્ડન (Wimbledon)માં ફાઈનલમાં ટક્કર ઝીલનારી છે. એશ બાર્ટી ટેનિસ કોર્ટ ઉપરાંત ક્રિકેટ (Cricket)ની પીચ પર પણ હાથ અજમાવી ચુકી છે.

Wimbledon 2021: ફાઈનલમાં પહોંચેલી ટેનિસ સ્ટાર એશ બાર્ટી રમી ચુકી છે ક્રિકેટ ટૂર્નામેન્ટ
Ashleigh Barty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:13 PM

વિમ્બલ્ડન (Wimbledon) 2021માં મહિલા સિંગ્લસમાં, ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર એશ બાર્ટી (Ashleigh Barty) પહોંચી ચૂકી છે. વિશ્વ નંબર વન ટેનિસ પ્લેયર ક્રિકેટમાં પણ હાથ અજમાવી ચૂકી છે. તે ઓસ્ટ્રેલિયામાં રમાતી મહિલા બિગ બેશ લીગ (Big Bash League)નો હિસ્સો રહી હતી. એશ બાર્ટીની ટક્કર શનિવારે ફાઈનલ મેચમાં કારોલિના પિલિસકોવા (Karolina Pliskova) સાથે થનારી છે. આ સાથે જ બાર્ટીને પ્રથમ વખત વિમ્બલ્ડન ટાઈટલ મેળવવાનો મોકો છે.

એશ બાર્ટી આ અગાઉ 2019માં ફ્રેન્ચ ઓપનમાં વિજેતા રહી ચુકી છે. બાર્ટી પ્રોફેશનલ ટેનિસ રમતની શરુઆત 15 વર્ષની ઉંમરથી શરુ કરી ચુકી હતી. વિમ્બલડનમાં તે 2011માં પ્રવેશ કરી ચુકી હતી. જોકે તેણે 2014ના વર્ષમાં ટેનિસથી બ્રેક લઈ લીધો હતો. બ્રેક દરમ્યાન તે ક્રિકેટની રમતમાં જોડાઈ હતી. બ્રિસ્બેન હીટ વતીથી તે બિગ બેશ લીગમાં રમવા માટે ક્રિકેટના મેદાનમાં ઉતરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જોકે બિગ બેશ લીગમાં બાર્ટી ખાસ સફળ રહી શકી નહોતી. તેણે નવ મેચ રમવા દરમ્યાન માત્ર 68 રન બનાવ્યા હતા. બાર્ટીએ ક્રિકેટના મેદાનમાં ઉતરતા પહેલા ખૂબ ટ્રેનિંગ મેળવી હતી. 19 વર્ષની ઉંમરે તે ક્વીસલેન્ડ સાથે ટ્રેનિંગ માટે જોડાઈ હતી. ગુરુવારે એશ બાર્ટી સેમીફાઈનલમાં જીતીને ફાઈનલમાં પહોંચી હતી. તેણે વિમ્બલ્ડન પૂર્વ ચેમ્પિયન એન્જેલિક કર્બરને હરાવી દીધી હતી. બાર્ટીએ કર્બરને 6-3 અને 7-6(3)થી હરાવીને પ્રથમવાર મહિલા સિંગલ્સમાં વિમ્બલ્ડન ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફાઈનલ પ્રવેશ મેળવી ચુકેલ એશ બાર્ટીએ કહ્યું હતુ કે મારા કરિયરમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. જોકે મેં એક પણ દિવસ અથવા એક પણ પળ માટે પોતાની દિશા નહોતી બદલી. અસ્વસ્થ હોવાને લઈ બાર્ટી 2 વર્ષ માટે ટેનિસથી દૂર રહી હતી. પાછળના કેટલાક સમયથી તે હિપ્સની ઈજાથી પરેશાન રહી હતી. હવે ફાઈનલમાં તેના રમવા પર સૌની નજર મંડરાઈ છે.

આ પણ વાંચોઃ  IND vs SL: શ્રીલંકામાં પ્રેકટીસ મેચમાં હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને સૂર્યકુમારે રંગ જમાવ્યો

આ પણ વાંચો: Cricket: બોલ રમીને બેટ્સમેને કરી ડાન્સની એક્શન, આ જોઈ બોલરના મગજનો પિત્તો હટ્યો તો થઈ ગઈ ગરમા ગરમી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">