IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ ના બેટ્સમેનોની કંગાળ રમત, પ્લેસિસની રમતે સ્કોર 134 રન પહોંચી શક્યો

પંજાબ કિંગ્સ (Punjab Kings) આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને હરાવીને પોતાની આશાઓને જીવંત રાખવા માટેનો પ્રયાસ કરી રહી છે. CSK પહેલા થી જ પ્લેઓફની ટિકિટ કાપી ચુકી છે.

IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ ના બેટ્સમેનોની કંગાળ રમત, પ્લેસિસની રમતે સ્કોર 134 રન પહોંચી શક્યો
Faf du Plessis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:25 PM

IPL 2021 ની 53 મી મેચ દુબઇમાં રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે આ ટક્કર થઇ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને ટીમ ધોનીને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઇ ની ટીમને પંજાબના બોલરોએ મુશ્કેલીમાં મુકી દીધી હતી. પંજાબનો જુસ્સો તેની ફિલ્ડીંગમાં પણ જોવા મળી રહ્યો હતો. 20 ઓવરના અંતે ચેન્નાઇ એ 6 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

ટોસ હારીને મેદાને આવેલી ચેન્નાઇની ટીમ માટે રન બનાવવા આજે મુશ્કેલ લાગી રહ્યા હતા. ઓપનર ફાફ ડુ પ્લેસિસ સિવાય બેટ્સમેનો જાણે કે નિષ્ફળ નિવડી રહ્યા હતા. વન મેન આર્મી તેણે ટીમના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, રોબિન ઉથપ્પા, રાયડૂ અને ધોની ફ્લોપ રહ્યા હતા.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

ફાફ ડુ પ્લેસિસે 55 બોલમાં 76 રન કર્યા હતા. તેણે જબરદસ્ત ઇનીંગ રમીને ચેન્નાઇને સન્માનજનક સ્કોરે પહોંચાડવાની જવાબદારી પોતાના ખભે એકલા હાથે નિભાવી હતી. આ દરમ્યાન તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ગાયકવાડે માત્ર 12 જ રન કરીને પ્રથમ વિકેટના રુપમાં ટીમના 18 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોઇન અલી શૂન્ય પર આઉટ થયો હતો.

રોબિન ઉથપ્પા એ માત્ર 2 રન કર્યા હતા. અંબાતી રાયડૂ એ 5 બોલમાં 4 રન કર્યા હતા. 15 બોલમાં 12 રન કર્યા હતા. 61 રન ના સ્કોર પર જ ટીમ 12 ઓવર અંતે 6 વિકેટ ગુમાવી ચુકી હતી. રવિન્દ્ર જાડેજાએ અણનમ 17 બોલમાં 15 રન કર્યા હતા. ડ્વેન બ્રાવોએ 2 બોલમાં 4 રન કર્યા હતાય. આમ 6 વિકેટ ગુમાવીને 134 રન નોંધાવ્યા હતા.

પંજાબ કિંગ્સ બોલીંગ

અર્શદિપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ક્રિશ જોર્ડને 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રાર 22 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs PAK: પાકિસ્તાની ક્રિકેટરને ટીપ્પણી કરવી ભારે પડી ગઇ, મુનાફ પટેલે એવો સણસણતો જવાબ આપ્યો કે બોલતી બંધ થઇ ગઇ!

આ પણ વાંચોઃ IPL 2021: કોલકાતા અને રાજસ્થાન વચ્ચે જંગ, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકશો મેચ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">