રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? BCCIએ આપ્યા સંકેત

|

May 17, 2024 | 8:31 PM

BCCIએ હવે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે, જેણે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કિસ્મતને જ બદલી નાખી છે. મોટા સમાચાર એ છે કે BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે અને તેની સાથે આ મપદ માટે વાતચીત પણ કરી છે.

રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? BCCIએ આપ્યા સંકેત
Gautam Gambhir

Follow us on

રાહુલ દ્રવિડ પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કોચ? ટીમ ઈન્ડિયાના ચાહકો માટે હાલ આ સૌથી મોટો સવાલ છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે BCCIએ મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે પહેલાથી જ અરજીઓ મંગાવી છે અને તેની છેલ્લી તારીખ 27મી મે છે.

ગૌતમ ગંભીર પાસે અનુભવ છે

ગૌતમ ગંભીરને કોચિંગનો સારો અનુભવ છે. IPLની વર્તમાન સિઝનમાં તે KKRનો મેન્ટર બની ગયો છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. છેલ્લી બે સિઝનમાં તેણે લખનૌને પ્લેઓફમાં જગ્યા અપાવી હતી. અહીં સવાલ એ છે કે શું ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા માટે KKR છોડી દેશે? તમને જણાવી દઈએ કે જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો તેણે KKR છોડવું પડશે.

ગૌતમ ગંભીરની વિશેષતા

જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનશે તો ઘણો ફાયદો થશે. ગંભીરને ગુડ મેન મેનેજર માનવામાં આવે છે. તે જાણે છે કે ખેલાડીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરાવવું. સૌથી મોટી વાત એ છે કે તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઘણો અનુભવ છે અને તે આ રમતને ઊંડાણ પૂર્વક સમજે છે.

આજનું રાશિફળ તારીખ : 05-11-2024
Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે

ગૌતમ ગંભીરની કારકિર્દી

ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ 2011માં જીત અપાવી હતી. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે 58 ટેસ્ટ મેચ રમી છે. તેણે 147 ODI અને 37 T20 પણ રમી છે. ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 20 સદી ફટકારી છે.

ફ્લેમિંગ અને પોન્ટિંગ પણ રેસમાં

મીડિયા અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર સિવાય BCCIએ CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગનો પણ નામાંકન માટે સંપર્ક કર્યો છે, જેમ કે રિકી પોન્ટિંગ અને ટોમ મૂડીના નામ પર પણ મુખ્ય કોચના પદ માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જસ્ટિન લેંગરે પણ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ 3 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:30 pm, Fri, 17 May 24

Next Article