AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં Jaydev Unadkat 10 વર્ષ પછી રમી શકશે વનડે મેચ ?

Jaydev Unadkat, IND vs WI: આજે 23 જૂનના રોજ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વનડે ટીમમાં ગુજ્જુ ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેની પાસે 10 વર્ષ બાદ વનડેમાં ફરી ભારત તરફથી રમવાની તક છે.

WI vs IND : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં Jaydev Unadkat 10 વર્ષ પછી રમી શકશે વનડે મેચ ?
WI vs IND jaydev unadkat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 5:42 PM
Share

New Delhi : 1 મહિનાના આરામ બાદ 12 જુલાઈ, 2023થી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત કરશે. આજે 23 જૂનના રોજ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે વનડે ટીમમાં ગુજ્જુ ક્રિકેટર જયદેવ ઉનડકટને (Jaydev Unadkat) પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેની પાસે 10 વર્ષ બાદ વન-ડેમાં એન્ટ્રી કરવાની તક છે.

ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ થશે. 3 મેચની વનડે સિરીઝ 27 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે  થશે. જ્યારે 6 થી 13 ઓગસ્ટ વચ્ચે 5 મેચની ટી20 મેચની સિરીઝ થશે. 3 જુલાઈના રોજ ભારતીય ક્રિકેટરો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે સ્પોર્ટ સ્ટાફ સાથે ભારતથી રવાના થશે.

આ પણ વાંચો : PM Modi In USA :વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ

10 વર્ષ પહેલા ભારતીય ટીમ માટે વન-ડે રમ્યો હતો ઉનડકટ

10 વર્ષ પહેલા જયદેવ ઉનડકટે બ્લૂ જર્સીમાં મેદાન પર કહેર મચાવ્યો હતો. તે છેલ્લે વર્ષ 2013માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે રમ્યો હતો. ત્યાર બાદ તેને ભારત માટે વનડેમાં રમવાની તક મળી ના હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ટીમમાં તેને સ્થાન મળ્યું હતું. પણ પ્લેઈંગ ઈલેવનમાં તેને તક મળી ના હતી. જયદેવ ઉનડકટ પાસે વેસ્ટ ઈન્ડિઝ સામે સારુ પ્રદર્શન કરીને વર્લ્ડ કપમાં માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની પણ તક છે.

જયદેવ ઉનડકટનો રેકોર્ડ

ભારતીય ટીમ માટે

  • વન-ડે – 7 મેચમાં 8 વિકેટ
  • ટેસ્ટ – 2 મેચની 3 ઈનિંગમાં 3 વિકેટ
  • ટી20 – 10 મેચમાં 14 વિકેટ

આઈપીએલ, રણજી જેવી ટુર્નામેન્ટમાં

  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ – 101 મેચમાં 382 વિકેટ
  • લિસ્ટ A -116 મેચમા 168 વિકેટ
  • ટી20 – 173 મેચમાં 210 વિકેટ

આ પણ વાંચો :  Team Indias Last ICC Trophy: મહેન્દ્ર સિંહ ધોનીએ આજના દિવસે જ ICC ટ્રોફીના ટાઈટલની હેટ્રિક પૂરી કરી હતી, બનાવ્યો હતો એક ખાસ રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ

તારીખ  મેચ સ્થળ
 27 જુલાઈ પ્રથન વન-ડે કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
29 જુલાઈ બીજી વન-ડે કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
 01 ઓગસ્ટ ત્રીજી વન-ડે ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

જયદેવ ઉનડકટ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ ,  મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક , મુકેશ કુમાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">