PM Modi In USA :વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ
PM Modi's US visit : : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનર દરમિયાન કહ્યું- યુએસએની ટીમે 2023 ક્રિકેટ વર્લ્ડ કપ પણ રમવો જોઈએ. આના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. 2023નો ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે.
PM Narendra Modi on USA Cricket Team: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, અમેરિકા 2023ના ક્રિકેટ વર્લ્ડમાં ક્વોલિફાય કરી લે, જેના પર બાઈડનનું રિએક્શન જોવા લાયક હતુ.
પીએમ મોદીએ વ્હાઈટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનર દરમિયાન આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું અમેરિકામાં બેઝબોલ પ્રત્યેના અપાર પ્રેમ વચ્ચે ક્રિકેટ પણ લોકપ્રિય બની રહી છે.
#WATCH | Amidst the love for Baseball, Cricket is also getting popular in the US. The American team is trying their best to qualify for the Cricket World Cup to be held in India later this year. I wish them good luck and success: PM Modi during the official State Dinner at The… pic.twitter.com/996i2fkdJx
— ANI (@ANI) June 23, 2023
આ પણ વાંચો : PM Modi in America: અમેરિકનો પણ PM મોદીના ચાહક બન્યા, મોદીની લોકપ્રિયતાને દર્શાવતા આ Photos જુઓ
અમેરિકાની ટીમ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. હું અમેરિકન ટીમને શુભેચ્છા પાઠવું છું અને તેમને સફળતાની શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પીએમ મોદી સાથે ઉભા હતા.પીએમ મોદીની પાસે ઉભા રહેનાર જો બાઈડન મોદીની આ વાત સાંભળી હેરાન થઈ ગયા હતા. તેનું રિએક્શન કેમેરામાં કેદ થયું હતુ,
આ પહેલા વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડ પોતે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા અને ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ પણ વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો