ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝને ‘એશિઝ’ કેમ કહેવામાં આવે છે ? જાણો નામ પાછળનું રહસ્ય

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 જૂનથી એશિઝ 2023ની ત્રીજી ટેસ્ટ શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-0 આગળ છે. ઈંગ્લેન્ડને સીરિઝ જીવંત રાખવા ત્રીજી ટેસ્ટ જીતવી જ પડશે, તો બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટમાં જીત મેળવશે તો સીરિઝ પર કબજો કરી લેશે.

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝને 'એશિઝ' કેમ કહેવામાં આવે છે ? જાણો નામ પાછળનું રહસ્ય
Ashes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 6:03 PM

બે દેશો વચ્ચે રમાતી દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય સીરિઝ જો કોઈ છે તો તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ‘એશિઝ‘ ટેસ્ટ સીરિઝ છે. આ સીરિઝ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હોય છે. બે દેશો વચ્ચે રમાતી આ સૌથી જૂની શ્રેણી છે. 141 વર્ષ પહેલા વર્ષ 1882માં એશિઝ ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે આવી હતી.

ક્રિકેટના ઈતિહાસની સૌથી જૂની શ્રેણી

વર્ષ 1882માં એશિઝ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ ઈંગ્લેન્ડને તેમના ઘરમાં હરાવી હતી. ઈંગ્લેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર હારનો સામનો કરવા પડ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
why england australia test series called ashes Know the secret behind the name

Ashes 1882

અત્યારસુધી 72 એશિઝ સીરિઝ રમાઈ

વર્ષ 1882થી લઈ અત્યારસુધી 72 એશિઝ સીરિઝ રમાઈ ચૂકી છે. દરેક સીરિઝમાં મોટાભાગે પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે. આમાંથી ઓસ્ટ્રેલિયા 34 જ્યારે ઈંગ્લેન્ડ 32 વાર એશિઝ સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે છ સીરિઝ ડ્રો રહી છે.

‘એશિઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ

29મી ઓગસ્ટ 1882ના રોજ ઓવલ ખાતે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ‘એશિઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે લંડનથી પ્રકાશિત થતાં અખબાર ધ સ્પોર્ટિંગ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં પત્રકાર રેનિગાલ્ડ શિર્લે બ્રૂક્સે લખ્યુ હતું કે, ‘ઇંગ્લેન્ડ ક્રિકેટનું મોત થઈ ગયુ છે અને બૉડીની અંતિમવિધિ કરાયા બાદ હવે બાકી રહેલી રાખને (એશિઝ) ઓસ્ટ્રેલિયન પોતાના ઘરે લઇ ગયા છે.’

આ પણ વાંચો : Steve Smith 100th test : સ્ટીવ સ્મિથની શાનદાર ઇનિંગ, જેણે સ્મિથની કારકિર્દીને બદલી નાખી

ઇંગ્લિશ કેપ્ટનના નિવેદન બાદ નામ થયું ફેમસ

આ સીરિઝના 4 મહિના બાદ ડિસેમ્બર 1882માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન ઇવો બ્લિંગે કહ્યું હતું કે, ‘ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા લઇ જવામાં આવેલી રાખ અમે પાછા લેવા જઇ રહ્યા છીએ.’ આ નિવેદન બાદ ઇંગ્લિશ મીડિયાએ આ સીરિઝને ‘એશિઝ’ ગણાવી હતી. ત્યારથી આ ટેસ્ટ સીરિઝને એશિઝ કહેવામાં આવવા લાગી. ડિસેમ્બર 1882માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી એશિઝ ટ્રોફી પરત લઇને પાછી ઈંગ્લેન્ડ આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">