Asia Cup 2023: વરસાદ ફાઈનલ મેચ બગાડશે? જાણો ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મેચ નહીં થાય તો કોણ બનશે ચેમ્પિયન?

એશિયા કપની ફાઈનલમાં ભારત અને શ્રીલંકા ટકરાવાના છે. બંને ટીમો કોલંબોમાં સામસામે ટકરાશે, પરંતુ અહીં વરસાદ મેચને બગાડી શકે છે. રવિવારે કોલંબોમાં વરસાદની શક્યતાઓ છે, જેને લઈ અગાઉથી જ એક વધુ દિવસ એટલે કે રિઝર્વ ડે ફાઈનલ મેચ માટે રાખવામાં આવ્યો છે. છતાં જો બંને દિવસે મેચ ના રમાય તો બંને ટીમો વચ્ચે ટ્રોફી શેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે શું વરસાદી મહોમ વચ્ચે બંને ટીમોમાંથી કોનું પડલું ભારે રહેશે?

Asia Cup 2023: વરસાદ ફાઈનલ મેચ બગાડશે? જાણો ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મેચ નહીં થાય તો કોણ બનશે ચેમ્પિયન?
Asia Cup 2023 Final
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 5:48 PM

બાંગ્લાદેશ સામેની હારને ભૂલીને ટીમ ઈન્ડિયા (Team India) ની નજર હવે એશિયા કપની ફાઈનલ પર ટકેલી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર રવિવારના રોજ રમાવાની છે, પરંતુ આ મેચમાં પણ વરસાદ (Rain) પાડવાની શક્યતા છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે વરસાદ પડે તો શું થશે, શું મેચ રિઝર્વ ડે (Reserve Day) પર રમાશે કે આ વખતે પણ ટ્રોફી શેર કરવામાં આવશે, આ સવાલ ક્રિકેટ ફેન્સના મનમાં ચાલી રહ્યો છે.

અંતિમ દિવસે વરસાદની શક્યતા !

ભારત-શ્રીલંકાની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાવાની છે, આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. Accuweather અનુસાર, શનિવારે કોલંબોમાં વરસાદની શક્યતા 90 ટકા સુધી છે. જોકે રાહતની વાત એ છે કે ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે, પરંતુ સોમવારે પણ કોલંબોમાં વરસાદની શક્યતા 70 ટકાની આસપાસ છે. એટલે કે જો 17 સપ્ટેમ્બરે મેચ પૂર્ણ નહીં થાય તો આ મેચ 18 સપ્ટેમ્બરે રમાશે. ભારત-પાકિસ્તાન મેચમાં જે બન્યું હતું તેવું જ થશે. જો કે, જો વરસાદ બંને દિવસે રમતને બગાડે છે અને 20-20 ઓવરની મેચ પણ રમી શકાતી નથી, તો ટ્રોફી ભારત અને શ્રીલંકા વચ્ચે શેર કરવામાં આવશે.

2002માં ભારત-શ્રીલંકાએ ટ્રોફી શેર કરી હતી

વરસાદના કારણે આખો એશિયા કપ 2023 ખોરવાઈ ગયો છે, ઘણી મેચો પૂરી થઈ શકી નથી અને કેટલીક મેચો રદ કરવી પડી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે શ્રીલંકામાં કોઈ ટૂર્નામેન્ટ યોજાઈ રહી હોય અને વરસાદને કારણે વિક્ષેપ ઊભો થયો હોય. 2002માં જ્યારે અહીં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઈ હતી અને વરસાદના કારણે ફાઈનલ મેચ થઈ શકી ન હતી. ખાસ વાત એ છે કે 2002માં પણ ભારત અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચ્યા હતા અને ફાઈનલ ન યોજાતા બંને ટીમોએ ટ્રોફી શેર કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : Asia Cup 2023 ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ઇજાગ્રસ્ત, આ ખેલાડી કોલંબો માટે રવાના

ફાઈનલમાં બંને ટીમોને આંચકો

ફાઈનલમાં માત્ર હવામાન જ નહીં પરંતુ ફિટનેસ પણ મોટી સમસ્યા બની ગઈ છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે, આથી ટીમ ઈન્ડિયાએ વોશિંગ્ટન સુંદરને શ્રીલંકાના રિઝર્વ ખેલાડી તરીકે બોલાવ્યો છે. બીજી તરફ શ્રીલંકાનો મહિષ તિક્ષાના પણ ઈજાના કારણે ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે, તેના સ્થાને સહન આર્ચિગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">