Asia Cup 2023: પોતાની જ ટીમના બે ખેલાડીઓના કારણે કેપ્ટન રોહિત શર્માના ફેન્સે લગાવ્યો ગંભીર આરોપ

બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્મા પોતાના નિર્ણયથી ફેન્સના નિશાના પર આવી ગયો છે. ક્રિકેટ ચાહકો રોહિતના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. રોહિતને પોતાની જ ટીમના બે ખેલાડીઓના કારણે ફેન્સના ગુસ્સાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આ બે ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું અને બંને ફલોપ રહ્યા, જે બાદ રોહિત પર પક્ષપાતી હોવા સુધીનો આરોપ લાગી રહ્યો છે.

Asia Cup 2023: પોતાની જ ટીમના બે ખેલાડીઓના કારણે કેપ્ટન રોહિત શર્માના ફેન્સે લગાવ્યો ગંભીર આરોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 8:10 PM

ભારતને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા (Team India) પૂરી 50 ઓવર પણ ન રમી શકી અને 266નો ટાર્ગેટ પણ હાંસલ ન કરી શકી. 49.5 ઓવરમાં ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવા પડ્યો હતો. આ હારથી એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારતીય ટીમના ફાઇનલમાં પહોંચવા પર કોઈ અસર થઈ નથી. પરંતુ, કેપ્ટન રોહિત શર્મા તેના એક નિર્ણયને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રોહિત શર્મા (Rohit Sharma) પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ આરોપનું મુખ્ય કારણ એ હતું કે જે ખેલાડીઓ પર રોહિતે વિશ્વાસ કરીને ટીમમાં તક આપી હતી તે બાંગ્લાદેશ સામેની મેચમાં ફ્લોપ રહ્યા હતા.

ક્રિકેટ ચાહકોએ રોહિત શર્મા પર નિશાન સાધ્યું

રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા હતા. પરંતુ ક્રિકેટ ચાહકોની નજર માત્ર બે ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી હતી જેમને સંજુ સેમસનની જગ્યાએ ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક છે સૂર્યકુમાર યાદવ અને બીજો છે તિલક વર્મા. આ બંનેમાંથી સૂર્યકુમાર યાદવને તો વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન મળ્યું છે, એવામાં બંનેના ખરાબ પ્રદર્શન બાદ ફેન્સનું નારાજ થવું સ્વભાવિક છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રોહિત શર્મા પર પક્ષપાત કર્યો હોવાનો આરોપ !

તિલક વર્માએ બાંગ્લાદેશ સામે 9 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ માત્ર 26 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ફેન્સ નારાજ થયા છે અને રોહિત શર્માને બંનેના સિલકેશનને લઈ સવાલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને તક આપવા અને સંજુ સેમસનને પસંદ ન કરવા અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ફેન્સ રોહિત શર્મા પર પક્ષપાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : Asia Cup 2023: વરસાદ ફાઈનલ મેચ બગાડશે? જાણો ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે મેચ નહીં થાય તો કોણ બનશે ચેમ્પિયન?

સૂર્યકુમાર-તિલકના સિલેક્શનને લઈ ઉઠયા સવાલ

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચ બાદ રોહિત શર્માએ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને તક આપવાના નિર્ણય પર કહ્યું કે અમે આગળ વિચારી રહ્યા છીએ અને તેમને થોડો સમય આપવા માંગીએ છીએ. તિલક વર્માની આ પ્રથમ વનડે હતી. તે વર્લ્ડ કપ ટીમનો ભાગ પણ નથી. પરંતુ, વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવનાર સૂર્યકુમાર યાદવ વનડેમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે અને, સંજુ સેમસનને બહાર કર્યા બાદ ક્રિકેટ ચાહકોને આ વાત વધુ પરેશાન કરી રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">