Yo-Yo અને Dexa ટેસ્ટ શુ છે? જેના વિના ક્રિકેટરને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ નહીં મળી શકે

|

Jan 01, 2023 | 6:37 PM

અગાઉ પણ Yo-Yo ટેસ્ટ ક્રિકેટરોના કરવામાં આવતા હતા. પરંતુ પાછળના એક વર્ષ દરમિયાન ટીમનુ પ્રદર્શન નબળુ રહેતા હવે BCCI આકરા નિર્ણય અપનાવી રહ્યુ છે.

Yo-Yo અને Dexa ટેસ્ટ શુ છે? જેના વિના ક્રિકેટરને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ નહીં મળી શકે
BCCI આ વર્ષે ફેરફારના મુડમાં

Follow us on

વર્ષ 2023 માં ભારતીય ક્રિકેટ ચાહકોને ખૂબ જ આશાઓ બંધાયેલી છે. વિતેલા વર્ષ 2022માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા ખાસ પ્રદર્શન જોવા મળ્યુ નહોતુ, પરંતુ હવે નવા વર્ષમાં બે આઈસીસી ટ્રોફી પર ભારતીય ટીમની નજર છે. નવા વર્ષમાં જૂન મહિનાની શરુઆતે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાનારી છે. વર્ષના અંતમાં વનડે વિશ્વકપ 2023 ભારતમાં જ રમાનાર છે. આમ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા નવા વર્ષમાં મોટા ફેરફાર કરવાની શરુઆત કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે યો-યો અને ડેક્સા ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે ફરજીયાત કરવામાં આવ્યા છે.

બીસીસીઆઈ ની આજે રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ, એનસીએ અધ્યક્ષ વીવીએસ લક્ષ્મણ હાજર રહ્યા હતા. બોર્ડની આ મહત્વની બેઠકમાં ટી20 વિશ્વકપ 2022ની હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક ફેરફારો કરવાને લઈ ચર્ચા કરાઈ હતી.

યો-યો ટેસ્ટ ફરજીયાત કરાયો

બેઠકમાં એક મહત્વો નિર્ણય કરવાનુ મન બોર્ડે બનાવી લીધુ છે કે, યોયો અને ડેક્સા ટેસ્ટ ખેલાડીઓ માટે ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. ખેલાડીઓની ટીમ ઈન્ડિયા માટે પસંદગી કરવા માટે આ બંને ટેસ્ટ માંથી પસાર થવુ પડશે. બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ ધરાવતા ખેલાડીઓ માટે કસ્ટમાઈઝ રોડમેપના આધાર પર તેને લાગુ કરવામાં આવશે. એટલે કે ભૂમિકા અને જરુરિયાત મુજબ લાગુ કરાશે. આમ હવે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં સામેલ થવા માટે ક્રિકેટરોએ આ બંને ટેસ્ટમાંથી ફરજીયાત પણે પસાર થવુ પડશે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

જાણો શુ છે યો-યો ટેસ્ટ

હવે સવાલ એ થતો હશે કે, આ યો-યો ટેસ્ટ શુ હશે કે જેને ફરજીયાત કરવાની બોર્ડને જરુર જણાઈ. આ ટેસ્ટ શુ છે એ સવાલનો જવાબ અહીં બતાવીએ. યો-યો ટેસ્ટમાં કુલ 23 લેવલ હોય છે. જેમાંથી ક્રિકેટર્સ માટે તેમાંથી શરુઆત 5માં લેવલથી થતી હોય છે. બીસીસીઆઈએ યો-યો ટેસ્ટ પાસ કરવા માટે સ્કોર 16.1 રાખ્યો છે.

20 મીટર દૂર એક કોન રાખવામાં આવે છે અને ખેલાડીએ તેના સુધી દોડીને પહોંચવાનુ હોય છે. ત્યારબાદ તેણે દોડીને પરત ફરવાનુ હોય છે. એટલે કે જવા અને પરત ફરવાના કુલ 40 મીટર એક ચોક્કસ સમયમર્યાદામાં પુર્ણ કરવાના હોય છે. જેમ જેમ આ લેવલ વધતા જાય એમ એમ આ અંતરને પૂર્ણ કરવાનો સમય પણ ઘટતો જતો હોય છે. જેને સોફ્ટવેર દ્વારા માપવામાં આવતો હોય છે અને તેના દ્વારા એક સ્કોર બનતો જતો હોય છે.

હવે જાણો ડેક્સા ટેસ્ટ અંગે

યો-યો ઉપરાંત ખેલાડીઓ માટે ડેક્સા ટેસ્ટ પણ ફરજીયાત છે. અહીં ખેલાડીઓનુ ફિટનેસનુ ચેકઅપ વૈજ્ઞાનિક પદ્ધતી મુજબનુ બનાવવા માટે ડેક્સા ટેસ્ટને સામેલ કરવામાં આવ્યુ છે. આ એક પ્રકારે એક્સરેની મદદથી જ ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી ખેલાડી કેટલો ફિટ છે એ માત્ર મિનિટોમાં જ ખ્યાલ આવી જાય છે. જેમાં બોન ડેન્સિટી ટેસ્ટને પણ ડેક્સા ટેસ્ટ કહેવામાં આવે છે.

આ ટેસ્ટ એક વિશેષ એક્સરે ટેસ્ટ જેવો હોય છે, જેનાથી ખેલાડીને હાડકાની ડેન્સિટી માપી શકાય છે. આ ટેસ્ટ સાથે બોડી ફેટ પર્સેન્ટેઝ, માસ અને ટિશ્યૂ અંગેની તમામ જાણકારી મેળવી શકાય છે. આ ટેસ્ટ વડે ખેલાડીની ફિટનેસને માપી શકાય છે.

Published On - 6:36 pm, Sun, 1 January 23

Next Article