મોહમ્મદ સિરાજે ભારતને અપાવી જીત, ગુગલ સાથે તેનું શું છે કનેક્શન? પોતે કર્યો ખુલાસો
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સિરાજે કમાલ પ્રદર્શન કર્યું હતું. અંતિમ અને મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં તેણે કુલ 9 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત કરી. અંતિમ ટેસ્ટના અંતિમ દિવસે સિરાજે googleમાં એવું કઈંક સર્ચ કે, જેનાથી તેનો મેચમાં જીતનો વિશ્વાસ વધી ગયો. મેચ બાદ તેણે આ અંગે ખુલાસો કર્યો હતો.

ભારતે ઈંગ્લેન્ડ પર રોમાંચક જીત નોંધાવીને 5 મેચની ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે. પાંચમી ટેસ્ટ મેચમાં બોલર મોહમ્મદ સિરાજ સ્ટાર ખેલાડી હતો, જેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ અને આખી મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજના જીવનમાં ‘અશક્ય’ શબ્દ અસ્તિત્વમાં જ નથી. તે હંમેશા માનતો હતો કે તે કોઈપણ પરિસ્થિતિમાં ભારત માટે અંતિમ ટેસ્ટ જીતી શકે છે અને ઓવલમાં તેણે તે કરીને બતાવ્યું.
સિરાજે ગુગલ પર શું સર્ચ કર્યું?
સિરાજે કહ્યું, “હું સવારે ઉઠ્યો, મારા ફોનમાં ગુગલ ખોલ્યું અને ‘Believe’ લખેલું વોલપેપર મળ્યું. મેં મારી જાતને કહ્યું કે આજે હું દેશ માટે આ કરીશ.” જસપ્રીત બુમરાહ વિના, તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) અને ભારતના સ્ટાર ફાસ્ટ બોલર સિરાજે અંતિમ ટેસ્ટમાં કમાલ કર્યો અને ટેસ્ટ શ્રેણીમાં 185.3 ઓવરમાં 23 વિકેટ લીધી અને ભારતને ઐતિહાસિક જીત અપાવી.
પાંચમી ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી
મેચ પછી દિનેશ કાર્તિક સાથે વાત કરતા સિરાજે કહ્યું, “હું હંમેશા માનું છું કે હું કોઈપણ સમયે મેચ જીતી શકું છું. મેં આજે સવારે પણ મારી જાતને એ જ વાત કહી હતી.” ઈંગ્લેન્ડના બેટ્સમેનોને સતત પરેશાન કરતા સિરાજે આ મેચમાં 30.1 ઓવરમાં 104 રન આપીને 5 વિકેટ લીધી અને કુલ 9 વિકેટ લીધી.
સિરાજે પોતાનો પ્લાન જણાવ્યો
સિરાજે કહ્યું, “મારી પાસે ફક્ત એક જ પ્લાન હતો – સારી લાઈન અને લેન્થ બોલિંગ કરવી. મને વિકેટ મળે કે રન આવે તેનાથી કોઈ ફરક પડતો ન હતો.” હેરી બ્રુકનો કેચ છોડવા પર સિરાજે કહ્યું – “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કેચ લેતી વખતે હું બાઉન્ડ્રીને સ્પર્શ કરીશ. તે મેચ બદલનારી ક્ષણ હતી. એવું લાગતું હતું કે મેચ હાથમાંથી સરકી રહી છે. તે સમયે અમે મેચમાં કમબેક કર્યું.”
આ પણ વાંચો: પિતા ઓટો ડ્રાઈવર, પુત્ર કરોડોનો આસામી…. ઈંગ્લેન્ડમાં કહેર મચાવનાર સિરાજની કેટલી છે કુલ નેટવર્થ?
