India vs West Indies 1st ODI Match Live Streaming: ભારત પ્રવાસની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ?

WI vs IND: શુક્રવારથી શરૂ થઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ વન-ડે સીરિઝમાં શિખર ધવન (Shikhar Dhawan) ટીમની કમાન સંભાળશે.

India vs West Indies 1st ODI Match Live Streaming: ભારત પ્રવાસની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ?
Team India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 2:31 PM

ભારતીય ટીમ (Team India) શુક્રવારથી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસની શરૂઆત ત્રણ મેચની ODI શ્રેણી અને ત્યાર બાદ પાંચ મેચની T20i શ્રેણીથી રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. ટીમના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવન (Shikhar Dhawan) ને ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમના સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે નિયમિત સુકાની રોહિત શર્મા (Rohit Sharma) , વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને રિષભ પંત (Rishabh Pant) ને શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સીનિયર પસંદગી સમિતિ દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની ODI માટે પસંદગી કરવામાં આવી હતી. ત્રણેય વનડે પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં જેસન હોલ્ડરની વાપસી ભૂતપૂર્વ સુકાની જેસન હોલ્ડર (Jason Holder) ભારત સામે 22 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની 13 સભ્યોની ટીમમાં પરત ફર્યો છે. અનુભવી ઓલરાઉન્ડર બાંગ્લાદેશ સામેની અગાઉની ઘરેલુ T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ ન હતો. પરંતુ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) પસંદગી પેનલે તેને ભારત સામેની શ્રેણી માટે પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ક્યારે રમાશે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે મેચ? ભારત અને વિન્ડઝી વચ્ચેની પહેલી મેચ 22 જુલાઈ (શુક્રવાર) એ રમાશે.

ક્યા રમાશે ભારત અને વિન્ડીઝ વચ્ચે પહેલી વન-ડે મેચ? આ બંને ટીમ વચ્ચેની મેચ ત્રિનિદાદની ક્રિંસ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે શરૂ થશ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી વન-ડે મેચ? ભારત અને વિન્ડીઝ વચ્ચેની મેચ સાંજે 7.00 વાગે શરૂ થશે અને ટોસ 6.30 વાગે થશે.

ક્યા જોઇ શકશો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે મેચનું લાઇવ ટેલિકાસ્ટ? ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે.

ભારત અને વિન્ડીઝ વચ્ચેની પહેલી મેચ ઓનલાઇન ક્યા જોઇ શકાશે? મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ સબસ્ક્રિબશન સાથે ફ્લો સ્પોર્ટ્સ એપ પર જોઇ શકશો. તેની સાથે લાઇવ અપડેટ tv9gujarati.com પર વાંચી શકશો.

ભારતની ટીમ આ પ્રમાણે છેઃ

શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ સુકાની), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ. ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">