AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી લીધી

વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં પહેલી બંને ટેસ્ટ મેચ ડ્રો રહી હતી અને અંતિમ ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ ટીમે 10 વિકેટે જીતી લઇને સીરિઝ 1-0થી જીતી લીધી હતી.

વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી લીધી
West Indies Cricket (PC: Windies Cricket)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:35 PM
Share

વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ટીમે ઈંગ્લેન્ડ (England Cricket) સામે ત્રણ મેચની સીરિઝમાં ત્રીજી મેચ જીતીને સીરિઝ 1-0થી કબજે કરી લીધી છે. મેચના અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીત માટે જોઇતા 28 રન બનાવ્યા હતા અને શ્રેણી પર કબજો કરી લીધો હતો. જોશુઆ દા સિલ્વાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેના સિવાય ક્રેગ બ્રેથવેટને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી ઇનિંગ રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝના બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી અને 120 રનના સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગઈ.

ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન એલેક્સ લીઝના હતા. તેણે 31 રન બનાવ્યા હતા. તેને બાદ કરતા જોની બેયરસ્ટોએ 22 રનની ઇનિંગ રમી હતી. ક્રિસ વોક્સે પણ 19 રનની ઇનિંગ રમી હતી. અન્ય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાયલ માયર્સે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ રીતે વેસ્ટ ઈન્ડિઝની ટીમને માત્ર 28 રનનો સામાન્ય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેળવી લીધો હતો. ક્રેગ બ્રેથવેટે અણનમ 20 અને જોન કેમ્પબેલે અણનમ 6 રન બનાવ્યા હતા.

આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને પહેલી ઇનિંગમાં 204 રન બનાવ્યા હતા. બોલર શાકિબ મહમૂદે સૌથી વધુ રન બનાવ્યા હતા. 11મા નંબર પર રમતા મહેમૂદે 49 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેને બાદ કરતા જેક લીચે અણનમ 41 રનની ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પહેલી ઇનિંગમાં જેડન સીલ્સે 3 વિકેટ ઝડપી હતી.

જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલી ઇનિંગમાં 297 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોશુઆ દા સિલ્વાએ સદી ફટકારી હતી અને અણનમ 100 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 120 રનમાં આઉટ થઈ ગઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝે 28 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

સ્કોર

ઇંગ્લેન્ડઃ 204/10, 120/10 વેસ્ટ ઇન્ડિઝઃ 297/10, 28/0

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી ટીમ સામે હાર્યા બાદ રોહિત શર્માને લાગ્યો એક દિવસમાં બીજો ઝટકો

આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં બહાર થયા બાદ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે નિવૃતીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">