AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘અમે રિદ્ધિમાન સાહા સાથે વાત કરીશું અને જાણીશું કે શું તેને ધમકી આપવામાં આવી હતી’: BCCI એ આપી પ્રતિક્રિયા

ભારતીય ટીમમાંથી શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝ માટે ડ્રોપ થયા બાદ સાહાએ શનિવારે એક સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં તેને એક પત્રકારનો સંદેશો જાહેર કર્યો.

'અમે રિદ્ધિમાન સાહા સાથે વાત કરીશું અને જાણીશું કે શું તેને ધમકી આપવામાં આવી હતી': BCCI એ આપી પ્રતિક્રિયા
Wriddhiman Saha (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 12:22 AM
Share

હાલમાં જ રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ એક ટ્વીટ કર્યું હતું, જેનાથી ભારતીય ક્રિકેટ અને મીડિયા જગતમાં ઘણી હલચલ જોવા મળી હતી. તો ખેલાડીઓ વચ્ચે એક વિવાદ ઉભો થઇ ગયો હતો. આ કેસમાં હવે બીસીસીઆઈ (BCCI) એ પણ દરમ્યાનગીરી કરી છે અને હવે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા સાથે પુછપરછ કરશે અને તેના ટ્વીટને લઇને વિસ્તારથી જાણવા માંગશે. ભારતીય ટીમમાંથી શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝ માટે ડ્રોપ થયા બાદ સાહાએ શનિવારે એક સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં તેને એક પત્રકારનો સંદેશો જાહેર કર્યો. આ ચેટમાં તેને ઇન્ટરવ્યુ માટે પુછવામાં આવ્યું હતું અને બાદમાં વિકેટકીપર તરફથી જવાબ ન મળવા પર કહ્યું કે તે ફરી ક્યારેય સાહાનો ઇન્ટરવ્યું નહીં કરે.

સાહાએ આ ટ્વીટ બાદ ક્રિકેટ જગતમાં મોટાભાગના પૂર્વ ક્રિકેટરોએ તેના બચાવમાં ઉતર્યા હતા, જેમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, પાર્થિવ પટેલ સહિત અન્ય ક્રિકેટરો પણ જોડાયા હતા. તો ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ વિકેટકીપર બેટ્સમેનનું સમર્થન કર્યું હતું અને ટ્વીટ કર્યું હતું.

પીટીઆઈ સાથે વાતચીત કરતા બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધુમલે કહ્યું, “હા, અમે રિદ્ધિમાન સાહાને તેના ટ્વીટ વિશે પુછીશું અને જાણીશું કે ખરેખર આ ઘટના શું છે. અમારે એ જાણવાની જરૂરીયાત છે કે શું તેને ધમકી આપવામાં આવી હતી અને સાથે તેના ટ્વીટનું બેકગ્રાઉન્ડ અને તેનો સંદર્ભ પણ જાણીશું. હું વધુ આ વિશે કઇ કહી નહીં શકું. સચિન, જય શાહ રિદ્ધિમાન સાથે જરૂર વાત કરશે.”

મને સાહાના નિવેદનથી દુ:ખ નથી થયુંઃ રાહુલ દ્રવિડ

40 ટેસ્ટ રમી ચુકેલ સાહાને સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ આગળ વધશે અને તે પોતાની કારકિર્દી પર નિર્ણય લઇ શકે છે. આ વાતચીતને સાહાએ સાર્વજનિક કરી હતી. પણ હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તેના આ મુદ્રાથી કોઇ દુ:ખ નથી.

આ પણ વાંચો : સૌરવ ગાંગુલીના ભાઈ રિદ્ધિમાન સાહા પર થયો ગુસ્સે, કહ્યું- સાહાએ ભુલ કરી છે

આ પણ વાંચો : Pro Kabaddi League: પુનેરી પલટનને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી યુપી યુદ્ધા, હવે ત્રણવારની વિજેતા પટના પાઇરેટ્સ સામે ટકરાશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">