AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલીના ભાઈ રિદ્ધિમાન સાહા પર થયો ગુસ્સે, કહ્યું- સાહાએ ભુલ કરી છે

આ મારો વ્યક્તિગત વિચાર છે, પણ મુખ્ય પસંદગીકર્તા/BCCI એ જે સાહાને જણાવ્યું હતું કે વ્યક્તિગત હતું. તે વાતને તેણે સાર્વજનિક કરવાની જરૂર ન હતી: સ્નેહાશીષ ગાંગુલી

સૌરવ ગાંગુલીના ભાઈ રિદ્ધિમાન સાહા પર થયો ગુસ્સે, કહ્યું- સાહાએ ભુલ કરી છે
Wriddhiman Saha (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 12:03 AM
Share

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) નું નામ લોકોમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રિદ્ધિમાન સાહાએ હાલમાં જ પોતાના અને બીસીસીઆઈના (BCCI) અધ્યક્ષ વચ્ચે થયેલી વાતચીતને સાર્વજનિક કરી હતી અને ત્યારબાદ આ કેસમાં અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેટલાક લોકો રિદ્ધિમાન સાહાનો સાથ આપી રહ્યા છે. પણ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના સચિવ સ્નેહાશીષ ગાંગુલીએ વિકેટકીપર રિદ્ધિમાન સાહા પર નિશાન તાક્યું હતું. તેણે કહ્યું કે બોર્ડના અધ્યક્ષની સાથે થયેલી વાતચીતને સાર્વજનિક કરવી જોઇતી ન હતી. સ્નેહાશિષ ગાંગુલીનું માનવું છે કે બંગાળના વિકેટકીપરે દલીલો કરવાને બદલે પોતાના રાજ્ય માટે રણજી રમવાની જરૂર હતી.

રવિવારે રિપોર્ટ્સ સાથે વાત કરતી વખતે ગાંગુલીના મોટા ભાઇએ કહ્યું, “આ મારો વ્યક્તિગત વિચાર છે, પણ મુખ્ય પસંદગીકર્તા/બીસીસીઆઈએ જે સાહાને જણાવ્યું હતું કે વ્યક્તિગત હતું. તે વાતને તેણે (સાહા) સાર્વજનિક કરવાની જરૂર ન હતી. સાથે તે રણજી ટ્રોફી પણ રમી શકતો હતો. તેણે પોતાનું નામ રણજી ટ્રોફીમાંથી પરત લેવા માટે વ્યક્તિગત કારણ આપ્યું હતું અને આપણે તેનું સન્માન કરવું જોઇએ. તે જ્યારે પણ ટીમમાં જોડાવવા માંગતો ત્યારે તેના માટે દરવાજા ખુલ્લા રહે છે.”

સૌરવ ગાંગુલીની સાથે વાતચીતને લઇને શું કહ્યું હતું રિદ્ધિમાન સાહાએ…

ભારતીય ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કર્યા બાદ સાહાએ એક ઇન્ટરવ્યુમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સાથે વાતચીતને સાર્વજનિક કરી હતી અને કહ્યું, કાનપુર ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હું પેન-કીલર દવા લઇને અણનમ 61 રન બનાવ્યા હતા. તો દાદા (સૌરવ ગાંગુલી) એ મારા ઘણા વખાણ કર્યા હતા. તેણે વ્હોટ્સઅપ પર મને મેસેજ કર્યો હતો અને મને શુભેચ્છા પાઠવી હતી.

તેમણે ત્યા સુધી કહ્યું કે જ્યા સુધી હું બીસીસીઆઈનો પ્રેસિડન્ટ છું ત્યા સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બોર્ડના પ્રેસિડન્ટ તરફથી આ વાતો સાંભળીને મારો કોન્ફિડન્સ ઘણો વધી ગયો હતો. જોકે હવે હું સમજી નથી શકતો કે બધુ જ જલ્દી કેમ બદલાય ગયું.

તમને જણાવી દઇએ કે હાલમાં જ શ્રીલંકા સામેની 18 સભ્યોની ટીમમાં રિદ્ધિમાન સાહાની પસંદગી થઇ નથી. તેને બાદ કરતા અનુભવી ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને ઇશાંત શર્માનો પણ ટીમમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આ બધાને રણજી ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વેંકટેશ અય્યર T20 વર્લ્ડ કપની રેસમાં હાર્દિક પંડ્યાથી આગળ નીકળી ગયો

આ પણ વાંચો : Pro Kabaddi League: પુનેરી પલટનને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી યુપી યુદ્ધા, હવે ત્રણવારની વિજેતા પટના પાઇરેટ્સ સામે ટકરાશે

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">