AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League: પુનેરી પલટનને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી યુપી યુદ્ધા, હવે ત્રણવારની વિજેતા પટના પાઇરેટ્સ સામે ટકરાશે

Pro Kabaddi League: સેમિ ફાઇનલમાં યુપી યોદ્ધા, બેંગ્લુરુ બુલ્સ, દબંગ દિલ્હી અને પટના પાઇરટ્સ ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવાની જંગ જામશે.

Pro Kabaddi League: પુનેરી પલટનને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી યુપી યુદ્ધા, હવે ત્રણવારની વિજેતા પટના પાઇરેટ્સ સામે ટકરાશે
UP Yoddha and Puneri Paltan (PC: Pro Kabaddi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 11:34 PM
Share

પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) 2022 ની 8મી સિઝનમાં પહેલા એલિમિનેટર મેચમાં યુપી યોદ્ધા (UP Yoddha) ટીમે શાનદાર પ્રદર્શન કરતા પુનેરી પલટન (Puneri Paltan) ટીમને 11 પોઇન્ટના મોટા માર્જીનથી માત આપી છે અને આ જીત સાથે યુપી યુદ્ધા ટીમ સેમિ ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઇ છે. યુપી યોદ્ધાના રેડર પ્રદીપ નરવાલે શાનદાર પ્રદર્શન કરતા યુપીની ટીમે શરૂઆતથી જ પુનેરી પલટન ટીમ પર દબદબો રાખ્યો હતો. અંતમાં યુપી યોદ્ધા ટીમે 42-31 થી આ મેચ પોતાના નામે કરી લીધી હતી. પહેલા એલિમિનેટર રાઉન્ડમાં યુપી યોદ્ધાના સ્ટાર રેડર પ્રદીપ નરવાલે સૌથી વધુ 18 પોઇન્ટ મેળવ્યા હતા. પુનેરી પલટન ટીમ માટે અસલમ ઇનામદારે 10 પોઇન્ટ મેળવ્યા હતા. હવે 23ના રોજ પહેલી લીગની પહેલી સેમિ ફાઇનલ મેચમાં યુપી યોદ્ધાનો સામનો ત્રણવારની ચેમ્પિયન ટીમ પટના પાઇરેટ્સ સામે થશે.

યુપી યોદ્ધા ટીમે પહેલા હાફમાં શાનદાર પ્રદર્શન કરતા કુલ 25 પોઇન્ટ બનાવ્યા. જેમાંથી યુપી ટીમના 15 રેડ પોઇન્ટ હતા. જ્યારે પુનેરી પલટન ટીમ માત્ર 10 રેડ પોઇન્ટ જ મેળવવામાં સફળ રહી હતી. બીજા હાફમાં યુવા રેડર અસલમ ઇનામદારે સુપર 10 રેડ બનાવીને પુનેરી પલટનની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. જોકે પુનેરી ટીમની આ આશા લાંબી ટકી શકી ન હતી અને યુપીના સ્ટાર રેડર પ્રદીપ નરવાલે ફરીથી એકવાર સાબિત કરી દીધું હતું કે તે મોટા મેચ વિનર ખેલાડી છે.

તેણે પણ સુપર 10 રેડ લગાવી કુલ 18 પોઇન્ટ બનાવ્યા હતા. પ્રદીપને સુપર રેડર સુરેન્દર ગીલ અને ડિફેન્ડર સુમિતનો સુંદર સાથ મળ્યો હતો. આ બંનેએ 5-5 પોઇન્ટ મેળવ્યા હતા. હવે લીગની બીજી એલિમિનેટર મેચ બેંગ્લુરુ બુલ્સે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત જાયન્ટની ટીમને હરાવીને બીજી સેમિ ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે.

બેંગ્લુરુ બુલ્સે 20 પોઇન્ટના મોટા માર્જીનથી માત આપી. બેંગ્લુરુ બુલ્સે 49-29 પોઇન્ટથી આ મેચ પોતાના નામે કરી અને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો. બેંગ્લુરુ બુલ્સનો સેમિ ફાઇનલમાં સામનો દબંગ દિલ્હી સામે થશે. આ બંને સેમિ ફાઇનલ મેચ હવે 23 ફેબ્રુઆરી 2022 ના રોજ સાંજે 7:30 વાગે રમાશે.

આ પણ વાંચો : Prime Volleyball League: કાલીકટ હીરોઝે 5-0થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવ્યું, બોનસ પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યું

આ પણ વાંચો : VIDEO: INDvSL: પહેલી ટી20 મેચ માટે રોહિત શર્માની સેના લખનૌ પહોંચી, 24 ફેબ્રુઆરીએ રમાશે શ્રેણીની પહેલી મેચ

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">