વીરેન્દ્ર સહેવાગે રિદ્ધીમાન સાહાના કેસમાં આપી મોટી પ્રતિક્રિયા
રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતા નારાજ થયો હતો. તેને આ પહેલા કોચ રાહુલ દ્રવિડે પણ નિવૃતી માટે વિચારવાનું કહેવામાં આવ્યું હતું.
પત્રકારની વ્હોટ્સઅપ ચેટ લીક કરી નામ નહીં જણાવ્યા બાદ રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફરીથી તેણે કહ્યું કે કોઇ પરિવારને જોતા મે નામ નહીં જાહેર કરવાનો નિર્ણય લીધો છે અને આગળથી જો આવું થયું તો હું રોકાઇશ નહીં. સાહાના આ ટ્વિટ બાદ વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ પણ તેના સમર્થનમાં મોટી પ્રતિક્રિયા આપી હતી. તેણે રિદ્ધિમાન સાહાને પત્રકારનું નામ જાહેર કરવા માટે આગ્રહ કર્યો હતો. વીરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ કરીને કહ્યું કે, “પ્રિય રિદ્ધિ, બીજાનું નુકસાન પહોંચાડવું તમારો સ્વભાવ નથી અને તમે એક અદ્ભુત વ્યક્તિ છો. પણ ભવિષ્યમાં અન્ય કોઇ સાથે આવું નુકસાન ન થાય તે કારણથી તમારે તેનું નામ જાહેર કરવું જરૂરી છે. ઉંડો શ્વાસ લે અને નામ બોલી નાખ.”
Dear Wriddhi, it’s not your nature to harm others and you are a wonderful guy. But to prevent such harm from happening to anyone else in the future , it’s important for you to name him.
Gehri saans le, aur naam bol daal. https://t.co/9ovEUT8Fbm
આ પહેલા મંગળવારે રિદ્ધિમાન સાહાએ કહ્યું હતું કે હું ગભરાયેલો હતો એટલા માટે આ ચેટ સોશિયલ મીડિયામાં નાખવાનો નિર્ણય કર્યો હતો. હું ઇચ્છતો ન હતો કે ભવિષ્યમાં કોઇ અન્ય ખેલાડી આ રીતે કોઇને હેરાન કરે. મે એ વિચાર્યું કે વ્હોટ્સઅપ ચેટ લોકો સમક્ષ લઇને આવીશ પણ તેનું નામ નહીં જાહેર કરુ.
મહત્વનું છે કે ઇન્ટરવ્યુના મામલામાં પત્રકાર સાથે થયેલી વાતચીતનો સ્ક્રીન શોટ સાહાએ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમાં કથિત રીતે જણાય આવતું હતું કે પત્રકાર તરફથી સાહા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલા સાહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ટેસ્ટ ટીમમાં હવે જગ્યા નહીં મળવાના સંકેત કોચ રાહુલ દ્રવિડ પાસેથી મળ્યો હતો. એટલા માટે દ્રવિડે તેને રિટારમેન્ટની યોજનાઓ પર કામ કરવાની સલાહ આપી હતી.
મહત્વનું છે કે ભારતીય ટીમને શ્રીલંકા સામેની ઘર આંગણેની સીરિઝમાં બે ટેસ્ટ મેચ રમવાની છે. તેનાથી પહેલા ત્રણ મેચની ટી20 સીરિઝ પણ રમવાની છે. રિદ્ધિમાન સાહાને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી ન હતી.