IND vs BAN: ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ODI સિરીઝ માત્ર એક રનથી જીતવાથી ચૂક્યું
ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ODI શ્રેણીનો નાટકીય અંત આવ્યો હતો. બંને ટીમોને છેલ્લી ODI જીતવી જરૂરી હતી, પરંતુ છેલ્લી ODI ટાઈમાં સમાપ્ત થઈ હતી અને સીરિઝ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.
ટીમ ઈન્ડિયા (Team India) બાંગ્લાદેશ સામેની ODI શ્રેણી જીતવાથી ચુકી ગઈ હતી. શ્રેણી કબજે કરવા માટે બંનેને અંતિમ મેચમાં જીતની જરૂર હતી, પરંતુ ત્રીજી અને છેલ્લી ODIની છેલ્લી ઓવરમાં ઘણો ડ્રામા થયો હતો. છેલ્લી ઓવરમાં મેચનું તાપમાન વધી ગયું હતું. જેમિમાહ રોડ્રિગ્સ (Jemimah Rodrigues) ટીમને જીતની ઉંબરે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ બીજા છેડે બેટ્સમેનની ભૂલને કારણે જીત ભારતના હાથમાંથી સરકી ગઈ હતી.
ત્રીજી ODI મેચ ટાઈ
ટીમ ઈન્ડિયા ત્રીજી ODI અને સિરીઝ માત્ર એક રનથી જીતવાથી ચૂકી ગઈ. છેલ્લી ઓવરના ડ્રામા બાદ ભારતની સાથે બાંગ્લાદેશે પણ ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો. વાસ્તવમાં બંને વચ્ચે મીરપુરમાં રમાયેલી ત્રીજી વનડે મેચ ટાઈ રહી હતી અને આ સાથે જ બંને વચ્ચેની શ્રેણી પણ 1-1થી બરાબર થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 225 રન બનાવ્યા હતા. ફરગાના હકે સૌથી વધુ 107 રન ફટકાર્યા હતા.
.@imharleenDeol top-scored with 77 in the chase and bagged the Player of the Match award 👏
The third and final ODI results in a Tie.
Scorecard – https://t.co/pucGJbXrKd…#TeamIndia | #BANvIND pic.twitter.com/EbLGsUH9v3
— BCCI Women (@BCCIWomen) July 22, 2023
મંધાના-હરલીન વચ્ચે મોટી ભાગીદારી
226 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. શેફાલી વર્મા અને યસ્તિકા ભાટિયાના રૂપમાં 2 વિકેટ વહેલી જ પડી ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને હરલીન દેઓલ વચ્ચે શતકીય ભાગીદારી થઈ હતી. બંનેએ ટીમનો સ્કોર 139 રન પર પહોંચાડ્યો હતો. મંધાનાએ 59 રન અને હરલીને 77 રન બનાવ્યા હતા. આ ભાગીદારી તૂટ્યા બાદ એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 191 રન હતો, તેમ છતાં જીતની આશા અકબંધ હતી, કારણ કે જેમિમાહ એક છેડે ટકી રહી હતી.
છેલ્લી ઓવરનો રોમાંચ
જેમિમાહે એકલા હાથે મેચને ખૂબ નજીક લાવી દીધી હતી. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 3 રનની જરૂર હતી. જેમિમાહ 32 રન પર રમી રહી હતી. બીજા છેડે મેઘના સિંહ 5 રન પર બેટિંગ કરી રહી હતી, પરંતુ આ મેચ અને સિરીઝનો અસલી રોમાંચ હવે થવાનો હતો. ભારતને જીતવા માટે 3 રનની જરૂર હતી જ્યારે બાંગ્લાદેશને એક વિકેટની જરૂર હતી.
A thrilling contest in Dhaka! 😯
Bangladesh and India share the #IWC series 1-1.#BANvIND 📝 https://t.co/F2jTA8vJQI pic.twitter.com/eO5oa3d6mN
— ICC (@ICC) July 22, 2023
આ પણ વાંચો : Rich Tennis Players: ટેનિસમાં ભારતનું ગૌરવ ‘સાનિયા મિર્ઝા’, 20 વર્ષની કારકિર્દીમાં 60 કરોડથી વધુની પ્રાઇઝ મની જીતી
શ્રેણી 1-1ની બરાબરી પર
મારુફા અખ્તર છેલ્લી બોલિંગ કરવા આવી હતી. મેઘના અને જેમિમાહે તેની ઓવરના પ્રથમ 2 બોલમાં સિંગલ લઈને 2 રન ઉમેરીને સ્કોર બરાબરી કરી હતી. ત્રીજા બોલ પર અખ્તરે મેઘનાને વિકેટ પાછળ કેચ આઉટ કરી અને આ સાથે જ ભારતીય દાવ પણ 225 રનમાં ઓલઆઉટ થઈ ગયો. જેમિમાહ 33 રન બનાવી નોટઆઉટ રહી હતી. આ સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.