AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ફેને આપ્યો સિક્યોરિટી ગાર્ડને ચકમો! પહેલી જ ODI માં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, કોહલીની ‘વિરાટ’ સદી સામે આફ્રિકા ઘૂંટણિયે

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાંચીમાં રમાઈ રહેલી પહેલી વનડેમાં સદી ફટકારી હતી. જો કે, ત્યારબાદ એક ચાહક મેદાનમાં કૂદી પડ્યો અને એવું કામ કર્યું કે, લાખો ફેન્સ જોતાં રહી ગયા.

IND vs SA: ફેને આપ્યો સિક્યોરિટી ગાર્ડને ચકમો! પહેલી જ ODI માં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, કોહલીની 'વિરાટ' સદી સામે આફ્રિકા ઘૂંટણિયે
Image Credit source: PTI
| Updated on: Nov 30, 2025 | 8:45 PM
Share

વિરાટ કોહલીએ JSCA International Stadium ખાતે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી. કોહલીએ 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તેની 52 મી ODI સદી હતી. કોહલીની સદી બાદ એક ફેન મેદાન પર કૂદી પડ્યો અને તેના પગ પકડી લીધા.

ચાહકે આપ્યો ‘ચકમો’

વિરાટ કોહલી પોતાની સદી પૂર્ણ કરી રહ્યો હતો, ત્યારે એક ચાહક સિક્યોરિટીને ચકમો આપીને મેદાનમાં દોડી આવ્યો અને કોહલીના પગે પડ્યો. જો કે, સિક્યોરિટી ગાર્ડ્સે ઝડપથી ફેનને પકડી લીધો અને તેને બહાર કાઢ્યો.

કોહલીએ માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે કોર્બિન બોશના બોલ ઉપર છગ્ગો મારીને અડધી સદી પૂર્ણ કરી હતી. ત્યારબાદ કોહલીએ પોતાની ઇનિંગને આગળ વધારી અને ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી.

વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. 37 વર્ષીય આ ખેલાડીએ 306 મેચમાં 52 સદી ફટકારી છે, આ સમયગાળા દરમિયાન 14,000 થી વધુ રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 150 થી વધુ છગ્ગા પણ ફટકાર્યા છે.

માર્કો જેન્સેન અને મેથ્યુ બ્રિત્ઝકે પર આફ્રિકાની નજર

સમાચાર લખાય ત્યાં સુધી આફ્રિકાએ પોતાની 5 વિકેટ ગુમાવી અને 177 રન બનાવ્યા. હાલ ક્રિઝ પર માર્કો જેન્સેન 38 રન અને મેથ્યુ બ્રિત્ઝકે 55 રન બનાવીને રમી રહ્યા છે. મેચની પરિસ્થિતિ અનુસાર ભારત આગળ છે. એવામાં જો આફ્રિકાએ આ મેચ જીતવી હોય, તો માર્કો જેન્સેન અને મેથ્યુ બ્રિત્ઝકેએ કંઈક કમાલ કરવો પડશે.

ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી કોના નામે?

ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર બીજા ક્રમે છે, તેણે 463 મેચમાં 49 સદી ફટકારી છે. રોહિત શર્મા 277 ODI મેચોમાં 33 સદી સાથે ત્રીજા ક્રમે છે. રિકી પોન્ટિંગે 30 સદી ફટકારી છે, જ્યારે સનથ જયસૂર્યાએ 28 સદી ફટકારી છે. આ ખેલાડીઓ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ બાદ શું ‘BCCI’ વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ રમવા પરત બોલાવશે? આ એક રિપોર્ટથી લોકોના હોશ ઊડી ગયા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">