Virat Kohli : ઇજા અને બ્રેક્સ… જો વિરાટ કોહલી ટીમની બહાર જ રહેશે તો તે ફોર્મમાં કેવી રીતે પરત ફરશે?

|

Jul 14, 2022 | 9:41 AM

Cricket : વિરાટ કોહલી લાંબા સમયથી કોઈ મોટો સ્કોર કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તેની પ્લેઇંગ-11માં સ્થાન પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત છે. તેથી તે હાલ બ્રેક પર છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે તે કેવી રીતે ફોર્મમાં પરત ફરશે.

Virat Kohli : ઇજા અને બ્રેક્સ... જો વિરાટ કોહલી ટીમની બહાર જ રહેશે તો તે ફોર્મમાં કેવી રીતે પરત ફરશે?
Virat Kohli (File Photo)

Follow us on

ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ચિંતાનો વિષય છે. લાંબા સમયથી એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે વિરાટ કોહલી ક્યારે ફોર્મમાં પરત ફરશે. આ બધાની વચ્ચે હવે તે ઈજાથી પણ પરેશાન છે અને તેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે રમી શક્યો નથી. માત્ર ઈજા જ નહીં પરંતુ વિરાટ કોહલી પણ અવારનવાર બ્રેક લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે તે ક્યારે અને કેવી રીતે ફોર્મમાં પરત ફરશે?

ઇજા વચ્ચે બ્રેકથી ટેન્શનમાં થયો વધારો

વિરાટ કોહલી જ્યારે ઈંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે ચાહકોને આશા હતી કે તે આ પ્રવાસમાં ફોર્મમાં પરત ફરશે. પરંતુ તે એજબેસ્ટનમાં નિષ્ફળ ગયો. ત્યાર બાદ તે પ્રથમ ટી20 રમી શક્યો નહીં. બાકીની બે T20માં પણ તેણે કુલ 12 રન બનાવ્યા હતા. હવે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સામે પ્રથમ વનડે રમાવાની હતી તે પહેલા જ વિરાટ કોહલી (Virat Kohli) ને જંઘામૂળ (Groin Injury) ની સમસ્યા થઈ ગઈ.

આવી સ્થિતિમાં વિરાટ કોહલી પહેલી વનડે મેચ રમી શક્યો નહી. બીજી વનડે મેચ રમવાને લઇને હજુ પ્રશ્નાર્થ છે. જો વિરાટ કોહલી ત્રીજી વનડે પણ નહીં રમે તો તેનો બ્રેક લાંબો થઈ શકે છે. કારણ કે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝનો ભાગ નથી. આ સિવાય તે ટી-20 સીરીઝનો હિસ્સો બનશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. કારણ કે માનવામાં આવે છે કે વિરાટ કોહલી પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભાગ નહીં લે અને તેણે બ્રેક માટે કહ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફોર્મમાં કેવી રીતે વાપસી થશે.?

વિરાટ કોહલીના ફોર્મને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિરાટ કોહલીને પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવો જોઈએ તો કેટલાક લોકોએ કહ્યું કે વિરાટ કોહલીને થોડો સમય બ્રેક પર જવું જોઈએ.

જો કે સુનીલ ગાવસ્કર, ઈરફાન પઠાણ સહિતના કેટલાક નિષ્ણાતોએ પણ દલીલ કરી છે કે જો વિરાટ કોહલી બ્રેક પર રહેશે તો તે કેવી રીતે ફોર્મમાં પરત ફરશે. ટીમ ઈન્ડિયા (Team India) માટે વિરાટ કોહલીનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે T20 વર્લ્ડ કપ માત્ર બે મહિના પછી રમાવાનો છે.

વિરાટ કોહલીની છેલ્લી કેટલીક ઇનિંગ પર નજર કરીએઃ

1) એજબેસ્ટન ટેસ્ટઃ 11, 20 રન
2) ઇંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચઃ 1 રન
3) ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી20 મેચઃ 11 રન

Next Article