IND vs AUS: વિરાટ કોહલી અને રોહિત શર્માની યારી, ભારતની જીત બાદ ખૂબ વાયરલ થયો દોસ્તોની ખુશીનો Video

India vs Australia: ભારતે છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત નોંધાવીને 3 મેચની T20I શ્રેણી પર કબજો કર્યો. છેલ્લી ઓવરના રોમાંચ બાદ વિરાટ કોહલીનો અલગ અંદાજ જોવા મળ્યો.

IND vs AUS: વિરાટ કોહલી અને રોહિત શર્માની યારી, ભારતની જીત બાદ ખૂબ વાયરલ થયો દોસ્તોની ખુશીનો Video
Virat Kohli એ જીતની ખુશીમાં Rohit Sharma ની પીઠ થપથપાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 9:25 AM

ભારતે ઓસ્ટ્રેલિયા (India vs Australia) ને હરાવીને 3 ટી-20 મેચ ની શ્રેણી 2-1થી જીતી લીધી છે. હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી મેચ ભારતે 6 વિકેટના અંતરથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે જબરદસ્ત સહાનુભૂતિ જોવા મળી હતી, જેને આખી દુનિયાએ લાઈવ મેચમાં પણ જોઈ હતી. ઈનિંગની કમાન સંભાળ્યા બાદ મિત્રતા નિભાવવામાં પણ કોહલી સૌથી આગળ હતો. રોહિત પોતે આનો સાક્ષી બન્યો હતો. વાસ્તવમાં, વિરાટ કોહલી (Virat Kohli) 63 રને આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે રોહિત શર્મા સાથે સીડી પર બેઠો હતો. આ પછી, જેમ જ હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી, કોહલીએ સીડીમાં જ ખુશીથી રોહિતની પીઠ થપથપાવી હતી.

સીડી પર બેસીને છેલ્લી ઓવરનો રોમાંચ જોયો

કોહલીના રૂપમાં ભારતને 182 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. તેના પેવેલિયન પરત ફર્યા બાદ ભારતને જીતવા માટે 4 બોલમાં 5 રનની જરૂર હતી અને કોહલી અને રોહિતે સીડીમાં બેસીને આ 4 બોલનો રોમાંચ જોયો હતો. દિનેશ કાર્તિકે સિંગલ લઈને પંડ્યાને સ્ટ્રાઈક આપી હતી. ભારતને છેલ્લા 2 બોલમાં 4 રનની જરૂર હતી ત્યારે મેચ વધુ રસપ્રદ બની હતી. બધાના ધબકારા વધી ગયા હતા. આવી સ્થિતિમાં પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો અને આ ચોગ્ગો જોઈને કોહલી અને રોહિતે પણ જોશમાં ઉજવણી કરી. કોહલીએ રોહિતની પીઠ થપથપાવી હતી અને પછી તેને સીડીમાંજ ઊંચકીને ગળે લગાવ્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સૂર્યકુમાર અને કોહલીએ અડધી સદી ફટકારી હતી

ત્રીજી T20 મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 187 રનનો ટાર્ગેટ 1 બોલ પહેલા 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. તેણે 36 બોલમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

તે જ સમયે, લાંબા સમય પછી લયમાં પરત ફરેલા કોહલીએ તેનું જબરદસ્ત ફોર્મ જારી રાખ્યું હતું અને તેણે 48 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. ગત મેચમાં વિસ્ફોટક બેટિંગ કરનાર રોહિત શર્મા આ મેચમાં ફ્લોપ રહ્યો હતો અને તે માત્ર 17 રન જ બનાવી શક્યો હતો. કેએલ રાહુલનો દાવ પણ 1 રનમાં સમેટાઈ ગયો હતો. હાર્દિક પંડ્યા 25 રને અણનમ રહ્યો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">