AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: વિરાટ કોહલીને અનુષ્કા સાથે ડાન્સ કરવો પડયો ભારે, જુઓ Video

Virat Kohli Dance: વિરાટ કોહલીનું બેટ દ્વારા આઇપીએલ 2023માં પ્રદર્શન ઉતકૃષ્ટ રહ્યું છે પણ તે રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બોલ પર જ આઉટ થઇ ગયો હતો. નોંધપાત્ર છે કે અનુષ્કા સાથે ડાન્સ કરતા પણ તે આઉટ ઓફ ફોર્મ થઇ ગયો હતો.

IPL 2023: વિરાટ કોહલીને અનુષ્કા સાથે ડાન્સ કરવો પડયો ભારે, જુઓ Video
Virat Kohli - Anushka Sharma gym dance viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 3:33 PM
Share

વિરાટ કોહલી ફક્ત પોતાના બેટથી ફેન્સનું મનોરંજન નથી કરતો પરંતુ ઓફ ધ ફિલ્ડ પણ કંઇક ને કંઇક એવું કરતો રહે છે જે હેડલાઇન્સ બની જાઇ છે. કંઇક આવું જ વિરાટ કોહલીએ ફરી એક વાર કર્યું હતું. વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ડાન્સ કર્યો હતો પણ આ ડાન્સ મૂવ્સ વિરાટ કોહલીને ભારે પડયા હતા. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વિરાટ કોહલી સાથે ડાન્સ કરી રહી છે. પણ ડાન્સ કરતા વિરાટ કોહલીને એટલો દુખાવો થયો હતો કે તે ચીસ પાડી ઊઠયો હતો.

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની જેમ એક ગીત પર પોતાનો ઘૂંટણ વાળીને ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઘૂંટણમાં દુખાવો ઉપડયો હતો અને તે કેમેરા ફ્રેમથી બહાર થઇ ગયો હતો. વિરાટને અચાનક પીડામાં જોઇને અનુષ્કા શર્મા હસી પડી હતી. જ્યાં વિરાટના ફેન્સ ચિંતિત થઇ ગયા હતા.

વિરાટના ફેન્સે અનુષ્કાને આપી દીધી સલાહ

જણાવી દઇએ કે આ વીડિયો જોયા બાદ વિરાટ કોહલીના ફેન્સએ પત્ની અનુષ્કા શર્માને સલાહ આપી દીધી હતી. વિરાટ કોહલીની પીડાથી ફેન્સ ભયભીત થઇ ગયા હતા. તેમણે કમેન્ટમાં અનુષ્કા શર્માને કહ્યું કે તે વિરાટ કોહલીને આ પ્રકારના ડાન્સ વીડિયો ન કરાવે કારણ કે હાલમાં આઇપીએલની સીઝન ઘણી બાકી છે અને આ ટુર્નામેન્ટ બાદ તરત જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ છે.

વિરાટ જરા સાવચેત રહો, ક્યાંક ઇજા ન થઇ જાય

વિરાટ કોહલીએ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ તેમ પણ ઇજાની સાઇડ-ઇફેક્ટસથી ઝઝૂમી રહી છે. ટીમના ઘણા મોટા ખેલાડી ઇજાના કારણે બહાર છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મોજ-મસ્તી કરતા ઇજા થઇ હતી જેના કારણે તે ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો હતો. હવે જો વિરાટ કોહલીને કંઇક થાય તો ભારતીય ક્રિકેટ ટીમ આ ઝટકાનો સામનો કરી શકશે નહીં. હાલમાં વિરાટ કોહલી બેટ દ્વારા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

આ ખેલાડી એશિયા કપ 2022 થી સતત રન બનાવી રહ્યો છે. આ આઇપીએલ સીઝનમાં પણ વિરાટ કોહલીએ 7 મેચોમાં ચાર ફિફટી ફટકારી છે. વિરાટ કોહલીએ આ સીઝનમાં 7 મેચોમાં 46.50 ની એવરેજ સાથે 279 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 140 થી વધારે રહી છે. હવે જો શાનદાર ફોર્મ છતા વિરાટ ઇજાગ્રસ્ત થાય તો બીજા ખેલાડી કરતા આ ખેલાડીને વધુ દુખ થશે.

આ પણ વાંચો: IPLમાં જેને રૂ 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તે 7 મહિના પછી ઉતરશે મેદાન પર, આ ટીમ સામે કરશે ‘હુમલો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">