AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLમાં જેને રૂ 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તે 7 મહિના પછી ઉતરશે મેદાન પર, આ ટીમ સામે કરશે ‘હુમલો’

Jonny Bairstow Returns: જોની બેયરસ્ટો ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ફ રમતા ઇજા થઇ હતી. આ ઇજાના કારણે તેને T20 વિશ્વ કપ, પાકિસ્તાનમાં રમાનાર ટેસ્ટ શ્રેણી અને IPL 2023થી બહાર થવું પડયું હતું.

IPLમાં જેને રૂ 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તે 7 મહિના પછી ઉતરશે મેદાન પર, આ ટીમ સામે કરશે 'હુમલો'
Jonny Bairstow to return on cricket field after 7 months
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 2:40 PM
Share

ક્રિકેટ પ્રેમીઓની રાહ હવે સમાપ્ત થઇ છે. હવે તે ખેલાડી ઇજામાંથી બહાર આવી ગયો છે. જે ઇજાએ 7 મહિના સુધી આ ખેલાડીને ક્રિકેટના મેદાનથી દૂર રાખ્યો હતો તે હવે ઠીક થઇ ગઇ છે. તે ખેલાડી હવે ફરીથી ક્રિકેટ રમશે. પણ આઇપીએલ 2023માં નહીં. આઇપીએલમાં તેને રૂ. 9.75 કરોડ રુપિયામાં પંજાબે ખરીદ્યો હતો પણ ઈજાના કારણે તે ભાગ લઇ શક્યો ન હતો.

અમે જેની વાત કરી રહ્યા છીએ અને જે ક્રિકેટના મેદાન પર પરત ફરવાનો છે તે ઇંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેયરસ્ટો છે. ઇજા પહેલા ઇંગ્લેન્ડના આ વિકેટકીપર બેટ્સમેને પોતાની અંતિમ ઇનિંગ દક્ષિણ આફ્રિકા સામે મેન્ચેસ્ટર ટેસ્ટમાં 26 ઓગષ્ટ 2022 ના દિવસે રમી હતી. હવે 7 મહિના બાદ તે મેદાન પર પરત ફરવા માટે ઉત્સુક છે.

સપ્ટેમ્બર 2022માં બેયરસ્ટોને થઇ હતી ઇજા

જોની બેયરસ્ટોને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ફ રમતા ઇજા થઇ હતી. આ ઇજાના કારણે તેણે ગત વર્ષે રમાયેલ ટી20 વિશ્વ કપમાં પણ ભાગ લીધો ન હતો. આ જ નહીં તે ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન પણ ટીમમાંથી બહાર થઇ ગયો હતો. અને તે બાદ આઇપીએલ 2023માંથી પણ. એટલે કે તે ક્રિકેટ મેદાન પરથી ઘણા સમય માટે દૂર રહ્યો હતો.

7 મહિના બાદ ઇજાથી સાજો થયો, હવે રમવા માટે તૈયાર

હવે જ્યારે બેયરસ્ટો ઇજામાંથી સાજો થયો છે તો તેની સામે એશિઝ શ્રેણી જેવો મોટો પડકાર છે. તે ઇચ્છતો હશે કે ભલે તે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે એશિઝ રમવાનો છે પણ તે પહેલા તે પોતાની ફિટનેસ અને બેટિંગ બંનેને પરિપક્વ કરી લે. આ માટે તેણે યોર્કશર માટે રમવાનો નિર્ણય કર્યો છે.

બેયરસ્ટો યોર્કશરની સેકન્ડ સ્ટ્રીંગ ટીમ માટે નોટિંઘમશર સામે મેચ રમશે. આ મેચ દ્વારા તે પ્રયત્ન કરશે કે તે પોતાની ફિટનેસને પુરવાર સાબિત કરે. જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા સામે 8 ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીની શરૂઆત 16 જૂનથી એજબેસ્ટમાં થશે. એશિઝ પર હાલમાં ઓસ્ટ્રેલિયાનો કબજો છે. ઇંગ્લેન્ડે એશિઝની ગત એડિશન 0-4 થી ગુમાવી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">