Virat Kohli Covid Positive : છેલ્લી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો, વિરાટ કોરોનાનો શિકાર બન્યો

India vs England: મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલી (Virat Kohli) પરિવાર સાથે રજાઓ મનાવીને માલદીવથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત (Corona Positive) જોવા મળ્યો હતો. જોકે, હવે તે સ્વસ્થ છે.

Virat Kohli Covid Positive : છેલ્લી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો, વિરાટ કોરોનાનો શિકાર બન્યો
Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:21 PM

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) ટેસ્ટ શ્રેણી ફરી એકવાર કોરોના (Virat Kohli Covid Positive) નો ખતરો જોવા મળ્યો છે. ગયા વર્ષે કોરોનાને કારણે 5મી ટેસ્ટ સ્થગિત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ કેમ્પમાં કોરોના કેસ આવી ચૂક્યો છે. ટીમના બેટિંગ કોચ માર્કસ ટ્રેસ્કોથી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય ભારતના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તે ઈંગ્લેન્ડ પહોંચી શક્યો ન હતો. TOI ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે હાલ તે સંપુર્ણ સ્વસ્થ છે અને ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાઇ ગયો છે.

પ્રેક્ટિસ મેચ રમી શકે છે

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલી (Virat Kohli with Family) પરિવાર સાથે રજાઓ મનાવીને માલદીવથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જોકે હવે તે સ્વસ્થ છે. વિરાટ કોહલી રજા પરથી પરત ફર્યા બાદ હોસ્પિટલ જતા સમયે પણ જોવા મળ્યો હતો. જોકે તે લેસ્ટર સામેની પ્રેક્ટિસ મેચમાં રમતા જોવા મળી શકે છે. તો ટીમ મેનેજમેન્ટ કોરોનામાંથી સાજા થઈ રહેલા ખેલાડીઓ પર વધુ દબાણ લાવવાનું પસંદ કરશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ભારત શ્રેણીમાં 2-1થી આગળ

લેસ્ટર પહોંચ્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli) ની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તે પોતાના ચાહકો સાથે જોવા મળ્યો હતો. ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ પણ પોતાના ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 1 જુલાઈથી શરૂ થશે. આ મેચ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો જ ભાગ છે. વર્ષ 2021 માં ભારતીય ટીમ (Team India) પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી. પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">