AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ પ્રથમ પ્રેકટીશ સેશનમાં ખૂબ વહાવ્યો પરસેવો, નેટ્સ પર અજમાવ્યો હાથ તો ફુટબોલ પણ રમ્યા-Video

ભારતીય ટીમ (Indian Cricket Team) અત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસે છે જ્યાં ટીમ એક ટેસ્ટ મેચ રમનાર છે, આ મેચ પહેલા ટીમ વોર્મ-અપ મેચ (Warm-up Match) રમશે અને ટીમના ખેલાડીઓ તેની તૈયારીમાં વ્યસ્ત છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ પ્રથમ પ્રેકટીશ સેશનમાં ખૂબ વહાવ્યો પરસેવો, નેટ્સ પર અજમાવ્યો હાથ તો ફુટબોલ પણ રમ્યા-Video
Team India ઈંગ્લેન્ડમાં પ્રેકટીસ સેશનમાં વ્યસ્ત છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 8:52 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તેને ટેસ્ટ મેચ ઉપરાંત ટી20 અને વનડે શ્રેણી રમવાની છે. ટીમના કેટલાક સભ્યો ઘણા સમય પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયા હતા પરંતુ કેટલાક ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં રમી રહ્યા હતા તેથી તેઓ ગઈકાલે જ પહોંચ્યા છે. જેમાં કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની સાથે ઋષભ પંત, શ્રેયસ અય્યરનું નામ સામેલ છે. ભારતીય ટીમ હાલમાં લેસ્ટરમાં છે અને અહીં પ્રેક્ટિસ કરી રહી છે. લેસ્ટરમાં પ્રેક્ટિસનો પહેલો દિવસ હતો અને સમગ્ર ટીમે નેટ્સમાં પણ પરસેવો પાડ્યો હતો. સારી વોર્મ-અપ પણ કરી. ભારતે ચાર દિવસીય વોર્મ-અપ મેચ (Indian Team Warm-up Match) રમવાની છે અને આ માટે ટીમે હવે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

આ પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ખેલાડીઓ નેટ પર બેટિંગ અને બોલિંગ પણ કરતા જોવા મળ્યા હતા. ફૂટબોલ રમવાની સાથે તે ફિટનેસ ડ્રિલ પણ કરતા જોવા મળ્યા હતા. ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કર્યો હતો અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી, પરંતુ આ શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચ કોરોનાને કારણે થઈ શકી ન હતી, જેનું આયોજન હવે કરવામાં આવી રહ્યું છે. આ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે.

આમ કરી પ્રેક્ટિસ

BCCIએ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈએ ટીમના પ્રેક્ટિસ સેશન વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું કે ટેસ્ટ ટીમનો લેસ્ટરમાં પ્રેક્ટિસનો પહેલો દિવસ છે. અમારી ચાર દિવસીય વોર્મ-અપ મેચ 23 જૂનથી શરૂ થઈ રહી છે. ટેસ્ટ ટીમ માટે ત્રણ મહિનાના અંતરાલ સાથે, અમે અમારી ડ્રીલ્સ પર પાછા ફર્યા છીએ. સામાન્ય રમત, થોડી મજા, અહીં આવ્યાના બે દિવસ પછી લોંગ વોર્મ અપ. આજનો દિવસ સ્કિલ્સ માટે આસાન હતો, આવતીકાલે આપણે લાંબુ સત્ર કરીશું.”

શ્રેણી જીતવા પર નજર

ભારતે છેલ્લા પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તેણે બેમાં જીત મેળવી હતી, એકમાં હાર અને એક ડ્રો રહી હતી. આ દૃષ્ટિએ ભારતીય ટીમ 2-1 થી આગળ છે અને હવે તે પાંચમી મેચ જીતવા અથવા ડ્રો કરીને ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લે 2007માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ સમયે ટીમના કોચ રાહુલ દ્રવિડ તે સમયે ભારતીય ટીમના કેપ્ટન હતા.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">