ICC T20 Batter Rankings: પાકિસ્તાન સામે હાર બાદ વિરાટ કોહલીને વધુ એક ઝટકો, રિઝવાને રેન્કિંગમાં પણ કોહલીને પાછળ મુકી દીધો

|

Oct 27, 2021 | 6:02 PM

ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup) માં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું અને મોહમ્મદ રિઝવાન (Mohammed rizwan) આ જીતની મુખ્ય ભૂમિકામાં સામેલ હતો.

ICC T20 Batter Rankings: પાકિસ્તાન સામે હાર બાદ વિરાટ કોહલીને વધુ એક ઝટકો, રિઝવાને રેન્કિંગમાં પણ કોહલીને પાછળ મુકી દીધો
Mohammad Rizwan -Virat Kohli

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટી20 વિશ્વકપ (T20 World Cup) માં ગત રવિવારે દુબઇમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. જે જીત પાકિસ્તાન માટે T20 વિશ્વકપમાં ભારત સામે પ્રથમ વાર હતી. તેની આ જીતના મુખ્ય ભૂમિકાઓમાં એક વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammed rizwan) હતો. જેણે કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને શાનદાર અડધી સદીની ઇનિંગ સાથે ઈનિંગની શરૂઆત કરીને ટીમને 10 વિકેટે વિજય અપાવ્યો હતો.

આ મેચમાં રિઝવાનની રમતે વિરાટ કોહલી (Virat Kohli) ની અડધી સદીની ઇનિંગ પર પાણી ફેરવી દીધું હતું. હવે રિઝવાને ફરીથી કોહલીને પાછળ ધકેલી દીધો છે. આ વખતે ICCની T20 બેટ્સમેનોની રેન્કિંગમાં કોહલીને રિઝવાને પાછળ કરી દીધો છે. કોહલીએ પાકિસ્તાન સામે 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિઝવાને 55 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 79 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ ઇનિંગ બાદ રિઝવાને ICC T20 બેટ્સમેનોની યાદીમાં કોહલીને પાછળ છોડી દીધો છે. પાકિસ્તાની બેટ્સમેનો ત્રણ સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયા છે. કોહલી પહેલા ચોથા નંબર પર હતો અને હવે તે એક સ્થાન નીચે પાંચમા ક્રમે આવી ગયો છે. ટોપ-10માં માત્ર બે ભારતીય બેટ્સમેન સામેલ છે. કોહલી ઉપરાંત તેમાં ઓપનર કેએલ રાહુલ છે. રાહુલને રેન્કિંગમાં પણ નુકસાન થયું છે. રાહુલે પાકિસ્તાન સામે માત્ર ત્રણ રન બનાવ્યા હતા. રાહુલ પણ બે સ્થાન સરકીને આઠમા સ્થાને પહોંચી ગયો છે.

 

 

માર્કરમને પણ ફાયદો

રિઝવાન ઉપરાંત દક્ષિણ આફ્રિકાના એડિન માર્કરમને સૌથી વધુ ફાયદો થયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. તેને આઠ સ્થાનનો ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને પણ નુકસાન થયું છે. તે પહેલા ત્રીજા નંબર પર હતો જે હવે માર્ક પર છે. ફિન્ચને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે છઠ્ઠા નંબર પર છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ Harbhajan Singh ને મોહમ્મદ આમિરે ચિડવ્યો, જવાબમાં ભજ્જીએ એવુ તો પૂછી લીધુ કે પાકિસ્તાનીઓ શરમના ‘રાતા-પીળા’ થઇ ગયા

 

 

Published On - 5:50 pm, Wed, 27 October 21

Next Article