AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવા કરતા ઝડપી નીકળ્યો કેન વિલિયમસન, આંખના પલકારામાં નીચે પડતા બચાવી ટ્રોફી

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ 18 નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે. તે પહેલા ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્તનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

હવા કરતા ઝડપી નીકળ્યો કેન વિલિયમસન, આંખના પલકારામાં નીચે પડતા બચાવી ટ્રોફી
Kane williamson Viral VideoImage Credit source: Twitter
| Updated on: Nov 17, 2022 | 6:23 PM
Share

ટી20 વર્લ્ડકપ 2022માં નિરાશા મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડમાં ટી20 અને વનડે સીરીઝ રમવા પહોંચી છે. ગયા વર્ષે પણ ટી20 વર્લ્ડકપમાં હાર બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા ગઈ હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ 18 નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે. તે પહેલા ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્તનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડયાને જોઈ શકાય છે. ટી20 સીરીઝ પહેલા બંને ટીમના કેપ્ટન ફોટોશૂટ માટે ભેગા થયા હતા. ફોટોશૂટ દરમિયાન અચાનક ઝડપી હવા આવી જેને લીધી ટેબલ પર મૂકેલી ટી20 સીરીઝની ટ્રોફી પડવા લાગી. તે સમયે ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડયા પોતાના શર્ટને વ્યવસ્થિત કરી રહ્યો હતો. જ્યારે કેનની નજર ટ્રોફી પર હતી. ટ્રોફી પડે તે પહેલા જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન તે ટ્રોફીને પકડી લે છે અને પડવાથી બચાવી લે છે. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડયા હવાને કારણે પડતા ટેબલને બચાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ હવા સે ભી તેજ છે આ ખેલાડી. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બંને સાથે મળીને સિરિઝને સંભાળશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ ખેલાડીઓ આવા જ હોવા જોઈએ.

રીક્ષામાં બેઠા બંને કેપ્ટન

View this post on Instagram

A post shared by ICC (@icc)

ફોટોશૂટ સમયે બંને ટીમના કેપ્ટન અનોખી રીક્ષામાં ફોટોશૂટના સ્થળે પહોંચ્યા હતા. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">