Pakistan : આ તો ઈનામ છે કે મજાક ! PSLમાં સદી ફટકારનાર ખેલાડીને મળ્યું હેર ડ્રાયર, જુઓ વીડિયો
પાકિસ્તાન સુપર લીગ 2025 શરૂ થઈ ગઈ છે.Pakistan Super Leagueમાં કરાંચી કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ પોતાનાા સ્ટાર ખેલાડી જેમ્સ વિંસને એક એવોર્ડ આપ્યોછે. જેને જોઈ લોકો હસવાની રોકી શકતા નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીમ ક્રિકેટ મેદાન પર ખરાબ પ્રદર્શન કરી રહી છે.ઉપરથી કોઈના કોઈ કાંડના કારણે પોતાની મજાક ઉડાવતી રહે છે. હાલમાં પાકિસ્તાન સુપર લીગની એક ઘટના સામે આવી છે. જેમાં કરાંચી કિંગ્સ ફ્રેન્ચાઈઝઈએ પોતાના સ્ટાર ખેલાડી જેમ્સ વિંસને એક એવોર્ડ આપ્યો હતો. જેને જોઈ લોકો હસવાનું બંધ કરી શકતા નથી. આ એવોર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાન સુપર લીગમાં 12 એપ્રિલના રોજ કરાંચી કિંગ્સ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી મુલ્તાન સુલ્તાને 3 વિકેટ ગુમાવી 234 રન બનાવ્યા હતા. જેનાથી કરાંચી કિંગ્સની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. મેચમાં કરાંચીની જીતનો હીરો ઈંગ્લિશ ક્રિકેટર જેમ્સ વિંસ હતો. જેમણે 43 બોલમાં 101 રનની ઈનિગ્સ રમી હતી અને ટીમને જીત અપાવી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
James Vince is the Dawlance Reliable Player of the Match for his game-changing performance against the Multan Sultans! ❤️#YehHaiKarachi | #KingsSquad | #KarachiKings pic.twitter.com/PH2U9FQl5a
— Karachi Kings (@KarachiKingsARY) April 13, 2025
એવોર્ડમાં મળ્યું હેર ડ્રાયર
મેચ પૂર્ણ થયા બાદ તમામ ખેલાડીઓ જ્યારે ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા તો કરાંચી ફ્રેન્ચાઈઝીએ તેને એક એવોર્ડ આપ્યો હતો. કરાંચી કિંગ્સ ફ્રેન્ચાઈઝીના ઓનરે ‘Reliable Player of the Match’એવોર્ડની જાહેરાત કરતા જેમ્સ વિંસનું નામ લીધું હતુ.વિંસ ખુશીથી આ એવોર્ડ લેવા પહોંચ્યો હતો પરંતુ તે એવોર્ડ લેતા રોકાઈ ગયો હતો. એવોર્ડ જોઈ તે પણ હસવાનું રોકી શક્યો નહી. આ દરમિયાન ટીમના બાકીના ખેલાડીઓ તાળી વગાતા અને હંસી -મજાક કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયો જોયા પછી ચાહકોએ વિવિધ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું,હવે આને ડિનર સેટ મળશે.આમતો PSL અનેક અતરંગી કારણોને લઈ ચર્ચામાં રહે છે, આ દરમિયાન એક એવી રમુજી ઘટના જોવા મળી, જેના કારણે સોશિયલ મીડિયા પર PSLની મજાક ઉડાવવામાં આવી રહી છે. સદી ફટકારનારા ખેલાડીઓને એવું ઇનામ આપવામાં આવ્યું કે લોકો તેને જોઈને ચોંકી ગયા.