6,6,6,6,6,6 કોણ છે વામશી ? જેમણે 6 બોલમાં 6 સિક્સ ફટકારી જાણો વિકેટકીપર બેટ્સમેન વિશે

|

Feb 22, 2024 | 10:03 AM

વામસીએ રેલવે સામે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. તો ચાલો આપણે આજે આ વિકેટકીપર બેટ્સમેન વિશે જાણીશું તે ક્યાંનો રહેવાસી છે અને તેના ક્રિકેટ કરિયર વિશે.

6,6,6,6,6,6  કોણ છે વામશી ? જેમણે 6 બોલમાં 6 સિક્સ ફટકારી જાણો વિકેટકીપર બેટ્સમેન વિશે

Follow us on

25 ડિસેમ્બર 1991ના રોજ આંધ્રપદેશના ચિમાકુર્થીમાં વામસી કૃષ્ણાનો જન્મ થયો છે. તે 11 ફર્સ્ટ ક્લાસ અને 4 લિસ્ટ એ મેચ રમી ચૂક્યો છે. 32 વર્ષનો આ વિકેટકીપર બેટ્સમેને અત્યારસુધી ભારત માટે ડેબ્યુ કરવાની તક મળી નથી.વામસી કૃષ્ણા 32 વર્ષીય બેટ્સમેન જેમણે પોતાની તોફાની ઈનિગ્સથી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી છે. કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં તેમણે વિરોધી ટીમ વિરુદ્ધ આક્રમક રમત દેખાડી હતી. એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. તે આવું કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી

આંધ્ર પ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર વામસીનો જન્મ 25 ડિસેમ્બર 1991ના રોજ આંધ્ર પ્રદેશના ચિમાકુર્થીમાં થયો હતો. તેણે નાનપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેને વર્ષ 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી.અત્યાર સુધી તેણે આ ફોર્મેટમાં 11 મેચ રમી છે. તેણે પોતાની 15 ઇનિંગ્સમાં 267 રન બનાવ્યા છે. વામસીએ ચાર લિસ્ટ A મેચમાં 17 રન બનાવ્યા છે.રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ અને ઋતુરાજ ગાયકવાડના ક્લબમાં સામેલ થઈ ગયો છે. બીસીસીઆઈએ પણ વામસીની રમતના વખાણ કર્યા છે અને એક વીડિયો શેર કર્યો છે. પોસ્ટમાં લખ્યું એક ઓવરમાં 6 સિક્સ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

 

 

એક ઓવરમાં 6 સિક્સ ફટકારી વામસીએ ઈતિહાસ રચ્યો છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવાની રાહ જોતો ખેલાડીએ રેલ્વે વિરુદ્ધ શાનદાર રમત દેખાડી છે. તેમણે 54 બોલમાં સદી પૂર્ણ કરી. વામસીએ 64 બોલમાં 110 રનની ઈનિગ્સ રમી જેમાં તેમના બેટમાંથી 12 સિક્સ ફટકારી અને 4 ચોગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો : સ્ટાર સ્પિનરે કરી માત્ર એક ભૂલ લાગ્યો 1 વર્ષનો પ્રતિબંઘ, ગત્ત વર્ષે આઈપીએલમાં કર્યું હતુ ડેબ્યુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article