AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશી સામે UAE ધ્વસ્ત, U19 Asia Cup માં ફટકારી સદી, 234 રન સાથે ભારતનો ભવ્ય વિજય

અંડર-19 એશિયા કપ 2025માં ભારતીય ટીમે UAEને 234 રનના વિશાળ અંતરથી હરાવીને ભવ્ય શરૂઆત કરી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં 171 રનની તોફાની સદી ફટકારી ટીમને 433 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી.

વૈભવ સૂર્યવંશી સામે UAE ધ્વસ્ત, U19 Asia Cup માં ફટકારી સદી, 234 રન સાથે ભારતનો ભવ્ય વિજય
| Updated on: Dec 12, 2025 | 7:22 PM
Share

અંડર-19 એશિયા કપ 2025ની પ્રથમ જ મેચમાં ભારતીય ટીમે UAEને 234 રનના વિશાળ અંતરથી હરાવીને ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત કરી. વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક સદી દ્વારા ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું.

દુબઈમાં રમાયેલી મેચમાં ભારતીય બેટ્સમેનનો દબદબો

શુક્રવાર, 12 ડિસેમ્બરે દુબઈની ICC એકેડેમીમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 433 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. 14 વર્ષીય ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશીએ સાવધાનીથી શરૂઆત કરીને પછી હાથ ખોલ્યા અને માત્ર 30 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. ત્યારબાદ વૈભવે માત્ર 56 બોલમાં સદી પણ ફટકારી.

95 બોલમાં 171 રનની તૂફાની ઇનિંગ

વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં 171 રનની ચમકદાર ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 14 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા. તે બેવડી સદી ફટકારવાની તક ચૂકી ગયો હતો, પરંતુ ટીમને મજબૂત સ્કોર અપાવવામાં ભૂમિકા નિર્ણાયક રહી. એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાએ પણ અડધી સદી ફટકારી હતી, જ્યારે અભિજ્ઞાન કુંડુ અને કનિષ્ક ચૌહાણની ઝડપી ઇનિંગ્સે સ્કોરને વધુ આગળ ધપાવ્યો.

UAEની શરૂઆતથી જ ખરાબ સ્થિતિ

બહુ મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી. માત્ર 53 રનમાં 6 વિકેટ પડતા ભારતનો દબદબો વધી ગયો. પૃથ્વી મધુ અને ઉદીશ સુરીએ મળીને 85 રનની ભાગીદારી કરી, પરંતુ જીતથી UAE કાફી દૂર હતું.

પછી ઉદીશ સુરીએ સાલેહ અમીન સાથે મળીને 61 રનની અણનમ ભાગીદારી કરી, છતાં UAE 50 ઓવરમાં 7 વિકેટે માત્ર 199 રન જ બનાવી શક્યું.

ભારતનો આગામી મુકાબલો પાકિસ્તાન સામે

ભારત હવે પોતાની બીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરે પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાને પોતાની પહેલી મેચમાં મલેશિયાને 297 રનથી હરાવ્યું હતું. સમીર મિન્હાસે 177 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે મલેશિયાની આખી ટીમ માત્ર 48 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Vaibhav Suryavanshi U19 Asia Cup 2025 : વૈભવ સૂર્યવંશીએ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમી, પહેલી વાર આ સિદ્ધિ મેળવી

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">