AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે જંગ પ્રતિવર્ષ જોવા મળી શકે છે! ICC સમક્ષ રજૂ કરવા પાડોશી દેશમાં ‘પ્લાન’ ઘડાઇ રહ્યો છે

રમીઝ રાજા ICC ની સામે એક પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે, જેને સ્વીકારવામાં આવે તો T20i રમવાના બહાને દર વર્ષે ક્રિકેટના મેદાન પર ટકરાશે.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે જંગ પ્રતિવર્ષ જોવા મળી શકે છે! ICC સમક્ષ રજૂ કરવા પાડોશી દેશમાં 'પ્લાન' ઘડાઇ રહ્યો છે
Babar Azam Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 10:11 AM
Share

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan). ક્રિકેટના બે કટ્ટર હરીફ. સામસામે હોવાને કારણે ક્રિકેટ સ્ટેડિયમ જાણે યુદ્ધના મેદાન જેવું લાગે છે. રોમાંચ હદ વટાવતો લાગતો હોય છે. પલકો ઝપકતી નથી અને આંખો હલતી નથી હોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની બંને દેશોના ક્રિકેટ પર ઘણી અસર પડી છે. જે ધમાસાણ 90ના દશકમાં જોવુ એ સામાન્ય હતુ પરંતુ હવે તે માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જોવા મળે છે.

હાલમાં બે કે ચાર વર્ષ સુધી હાઇવોલ્ટેજ મેચ જોવા માટેની રાહ જોવી પડતી હોય છે અને જે મોકો વિશ્વકપ અને એશિયા કપ સહિતની મોટી ટૂર્નામેન્ટમાં મળતો હોય છે. પરંતુ હવે સરહદ પાર પ્લાન ઘડાઇ રહ્યો છે. જે પ્લાન જો આઇસીસીને પસંદ આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રતિવર્ષ મેચ જોવા મળી શકે છે. આ માટેની પહેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમિઝ રાજા (Ramiz Raja) પ્રયાસ કરી રહ્યા છે. જે આઇસીસી સમક્ષ આ અંગે પ્રસ્તાવ રજુ કરવા જઇ રહ્યા છે.

PCB પ્રમુખ રમીઝ રાજા એક ચતુષ્કોણીય શ્રેણીનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છે, જે વર્ષમાં એકવાર થશે. આમાં 4 ટીમો ભાગ લેશે જેમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત અને પાકિસ્તાન સામેલ છે. સફેદ બોલના ફોર્મેટમાં ભારત-પાક પ્રતિદ્વંદ્વિતા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે, PCB વડા રમીઝ રાજા આગામી ICC મીટિંગમાં પરંપરાગત એશિયન હરીફો અને એશિઝના કટ્ટર હરીફો વચ્ચે ચતુષ્કોણીય શ્રેણીનો પ્રસ્તાવ મૂકશે.

રમીઝ રાજાએ ટ્વીટ કરીને પ્લાનની જાણકારી આપી

ખુદ રમીઝ રાજાએ પણ ટ્વીટ કરીને આઈસીસી સામે આ પ્રસ્તાવ રજૂ કરવાની માહિતી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું કે દર વર્ષે અમે 4 દેશો- ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો વિચાર ICCની સામે મૂકીશું. આ ટુર્નામેન્ટ ચારેય દેશોમાં વારાફરતી યોજાશે.

ભારત-પાકિસ્તાનની છેલ્લી મુલાકાત T20 WC 2021માં થઈ હતી

ભારત અને પાકિસ્તાન 2013 થી માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન છેલ્લે T20 વર્લ્ડ કપ 2021માં એકબીજાને મળ્યા હતા. તે મેચમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટના મોટા અંતરથી હરાવ્યું હતું. ભારત આ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું અને બીજી વખત ટાઈટલ જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકામાં આ મામલે નંબર 1 બન્યો એશિયાઇ કેપ્ટન

આ પણ વાંચોઃ Sabarkantha: ગુજરાતના આ ગામડાં એ પાણી માટે મીટર અપનાવતા જ મળ્યા એક નહીં અનેક ‘લાભ’, હવે ભારત સરકાર પુરસ્કાર આપશે

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">