Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો હતો, આજે ભરશે મેદાનમાં હુંકાર, ઈંગ્લેન્ડ સાવધાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાશે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 0-1થી પાછળ છે અને હવે રોહિત એન્ડ કંપનીનું એકમાત્ર લક્ષ્ય બીજી ટેસ્ટ જીતવાનું છે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ટીમમાં એવા ખેલાડીની પસંદગી કરી છે જે ઈંગ્લેન્ડના બોલરો માટે મોટો ખતરો છે.

ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો હતો, આજે ભરશે મેદાનમાં હુંકાર, ઈંગ્લેન્ડ સાવધાન
Rajat Patidar with team india
Follow Us:
| Updated on: Feb 02, 2024 | 7:49 AM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ટેસ્ટ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ઈંગ્લેન્ડની ટીમ 1-0થી આગળ છે અને હવે ટીમ ઈન્ડિયાને કોઈપણ ભોગે જીતવાની જરૂર છે. ટીમ ઈન્ડિયા શ્રેણી બરોબરી કરવા માટે સખત તૈયારી કરી રહી છે અને શક્ય છે કે તેઓ પ્લેઈંગ ઈલેવનમાં એવા ખેલાડીને તક આપી શકે છે જેની બેટિંગની સ્થાનિક ક્રિકેટમાં ખૂબ ચર્ચા થાય છે અને તે ઈંગ્લેન્ડ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

રજત પાટીદાર વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ કરશે!

આ ખેલાડી બીજો કોઈ નહીં પણ રજત પાટીદાર છે, જેને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. બીસીસીઆઈએ બીજી ટેસ્ટ પહેલા રજત પાટીદારનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે વિરાટ, રોહિત અને રાહુલ દ્રવિડ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી રહ્યો છે.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

રજત પાટીદાર માટે ખૂબ જ ખુશીની ક્ષણ

રજત પાટીદારે કહ્યું કે ઈજા બાદ વાપસી કરવી તેના માટે આસાન નથી, પરંતુ તે એ પણ જાણતો હતો કે આ તેના હાથમાં નથી. રજતે કહ્યું, ‘ઈજા બાદ વાપસી કરવી અને પછી ટેસ્ટ ટીમમાં તક મળવી એ મારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ હતી. મારું પહેલું સ્વપ્ન ટેસ્ટ ક્રિકેટ રમવાનું હતું. જ્યારે હું ઈન્ડિયા A તરફથી રમી રહ્યો હતો ત્યારે મને ફોન આવ્યો કે તમારી ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ ગઈ છે.

BCCIએ વીડિયો શેર કર્યો

BCCIએ સોશિયલ મઈડયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રજત પોતાની સફર વિશે જણાવી રહ્યો છે. રાજતે જણાવ્યું હતું કે, હું રાહુલ દ્રવિડ સર સાથે છેલ્લી એક-બે સિરીઝ માટે વાત કરી રહ્યો હતો. પરંતુ હવે આ સિરીઝમાં તેની સાથે નેટ્સ દરમિયાન બેટિંગને લઈને ચર્ચા થઈ હતી. આ બધું કરવાથી મારો આત્મવિશ્વાસ થોડો વધી ગયો છે.

રજતને આક્રમક ક્રિકેટ રમવું પસંદ છે

રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામે પોતાની કુદરતી રમત રમતા જોવા મળશે. તેણે કહ્યું, હું ઘરેલુ ક્રિકેટમાં જ આક્રમક શોટ રમું છું. મારી તૈયારી ચાલુ જ છે. મને આક્રમક ક્રિકેટ રમવાની આદત છે. હું વિરોધી બોલરો સામે રણનીતિ બનાવું છું. બોલર ક્યાં બોલ ફેંકે છે, કઈ ટેકનિકનો પ્રયોગ કરે છે, આ બધી બાબતો જોઈને મેં મારી રમતમાં સુધારો કરું છું અને તૈયાર રહું છું.

રજત વિરાટ પાસેથી શીખે છે

રજત પાટીદારે વિરાટ કોહલી સાથે ઘણો સમય વિતાવ્યો છે. બંને આઈપીએલમાં એક જ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. વિરાટ કોહલીના કેટલાક શોટ્સ શીખ્યા બાદ તે તેને અજમાવવાની તૈયારી પણ કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું વિરાટ પાસેથી શોટ રમવાનું શીખું છું. જ્યારે પણ તે નેટ્સ પર બેટિંગ કરે છે, ત્યારે હું જોઉં છું કે આગળ બોલ પર તેનું શરીર અને ફૂટવર્ક કેવી રીતે કામ કરે છે. તેના જેટલી ઝડપથી શીખવું સરળ નથી પરંતુ હું માત્ર પ્રયાસ કરી રહ્યો છું.”

છેલ્લી ટેસ્ટમાં ખેલાડીઓને પાણી પીવડાવતો હતો

સ્પષ્ટ છે કે છેલ્લી ટેસ્ટમાં રજત પાટીદાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પાણી પીવડાવી રહ્યો હતો અને હવે તે ડેબ્યૂ માટે તૈયાર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટેસ્ટ ફોર્મેટમાં પોતાની પ્રતિભા સાબિત કરવામાં સફળ રહેશે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા ઈજાથી પરેશાન, હવે 100 ટેસ્ટ રમનાર બોલર કરશે વાપસી!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">