AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup, India vs England Final Preview: ભારત આજે 5મીં વાર વિશ્વવિજેતા બનવા મેદાને ઉતરશે, ઇંગ્લૅન્ડ અઢી દાયકાથી રાહ જોઇ રહ્યુ છે

જો ભારત (Team India) ની નજર 5મી વખત ટાઈટલ જીતવા પર છે તો ઈંગ્લેન્ડ 24 વર્ષના દુષ્કાળનો અંત લાવવા જોઈ રહ્યું છે. બંને ટીમોના ઈરાદાઓ અડીખમ છે.

U19 World Cup, India vs England Final Preview: ભારત આજે 5મીં વાર વિશ્વવિજેતા બનવા મેદાને ઉતરશે, ઇંગ્લૅન્ડ અઢી દાયકાથી રાહ જોઇ રહ્યુ છે
India vs England વચ્ચે આજે U19 વિશ્વકપ નો ફાઇનલ મુકાબલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:04 AM
Share

અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) નો રોમાંચ આજે અંતિમ તબક્કામાં છે. ટાઈટલ કઈ દિશામાં જશે તે તો આજે જ ખબર પડશે. મેચ ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે છે. આ બે ટીમોમાંથી જેનો વિજયી રથ સમાપ્ત થશે તે વિશ્વ કપ ઉપાડી જશે. આ એટલા માટે છે કારણ કે બંને ટીમો અત્યાર સુધી અજેય રહીને ફાઇનલમાં સફર કરી ચૂકી છે. બંને ટીમો જીતનું બ્યુગલ ફૂંકવા માટે તૈયાર છે. જો ભારત (Indian Cricket Team) ની નજર 5મી વખત ટાઈટલ જીતવા પર છે તો ઈંગ્લેન્ડ 24 વર્ષના દુષ્કાળનો અંત લાવવા રાહ જોઈ રહ્યું છે. બંને ટીમોના ઈરાદાઓ અડીખમ છે. હવે આવી સ્થિતિમાં કોનો શનિ કોના પર ભારે રહેશે અને કોણ ટ્રોફી જીતશે તે તો મેચ બાદ જ ખબર પડશે.

ભારતીય ટીમની આ સતત ચોથી અને એકંદરે 8મી ફાઈનલ હશે. આ પહેલા રમાયેલી 7 ફાઈનલમાં 4 પોતાના નામે કરી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. 1998 પછી ઇંગ્લૅન્ડની આ બીજી ફાઇનલ હશે. જો કે, 1998 માં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો.

ઇંગ્લૅન્ડની બીજી ફાઇનલ, પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતુ

તે સ્પષ્ટ છે કે ભારત પાસે અંડર 19 વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવાનો વધુ અનુભવ છે. પરંતુ, ઈંગ્લેન્ડ સાથે મહત્વની વાત એ છે કે તેણે ફાઇનલમાં પહોંચીને ટાઈટલ પણ કબજે કર્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈ પણ સંજોગોમાં ઈંગ્લેન્ડને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. યશ ઢૂલની ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જેવી રહી એ જ રીતે અંત લાવવા ઈચ્છે છે. સારી વાત એ છે કે ઈંગ્લેન્ડ સામે અંડર 19 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. પછી ભલે તે એકંદર આંકડા હોય કે T20 વર્લ્ડ કપ.

ઈંગ્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે

ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે આજે 50મી ODI મેચ રમાશે. આ પહેલા રમાયેલી 49 મેચોમાં ભારત 37 જીત્યું છે જ્યારે માત્ર 11 ઈંગ્લેન્ડે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. અંડર 19 વર્લ્ડ કપમાં આજે બંને ટીમો 9મી વખત ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચોમાં ભારત 6 વખત જીત્યું છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 2 વખત જીતી છે. એટલે કે અહીં પણ ભારતીય ટીમનું પલ્લું ભારે રહ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: એ ભારતીય ક્રિકેટરો કે જેમણે સૌથી વધારે બેઝ પ્રાઇઝ રાખી છે, જુઓ પુરુ લીસ્ટ

આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">