BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે અને તે હાલમાં BCCI પ્રમુખ છે. ગાંગુલી પર ટીમ સિલેક્શનમાં દખલ કરવાનો આરોપ છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ
Sourav Ganguly એ જય શાહ સાથેના સંબંધોને લઇ સમાચારો પર કહી આ વાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 4:31 PM

જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ તેને ODI ટીમની કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોહલીએ T20 વર્લ્ડ કપ માટે ટીમ સિલેક્શન મીટિંગમાં T20 કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની વાત કહી તો બધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો પણ સમાવેશ થતો હતો. ત્યારથી કહેવાય છે કે ગાંગુલી ટીમ સિલેક્શનમાં દખલ કરી રહ્યો છે. ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ગાંગુલી હવે આ આરોપો પર બોલ્યા છે. બોર્ડના સેક્રેટરી જય શાહ (Jay Shah) સાથેના સંબંધો ને લઇને પણ દાદાએ સવાલ સામે પોતાની વાત જવાબ રુપે કહી હતી.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ગાંગુલી અને BCCI સચિવ જય શાહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જય શાહ સાથેના વિવાદના સમાચારને લઈને ગાંગુલીએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. ગાંગુલીનો એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પસંદગી સમિતિના લોકો સાથે બેઠો છે. આ ફોટો એ વાતના સમર્થનમાં રજૂ કરવામાં આવી રહ્યો છે કે ગાંગુલી ટીમ સિલેક્શનમાં દખલ કરે છે.

મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી

ગાંગુલીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘તમારા પર આરોપો છે કે તમે પસંદગી સમિતિને પ્રભાવિત કરો છો અને પસંદગીકારો પર દબાણ લાવવા માટે મીટિંગમાં બેસો છો.’ તો ગાંગુલીએ જવાબ આપ્યો, “મને નથી લાગતું કે મારે આ મુદ્દા પર કોઇને જવાબ આપવાની જરુર હોય કે પછી આ પ્રકારના આધારહીન આરોપોને હવા આપવાની જરુર હોય. હું બીસીસીઆઈ પ્રમુખ છું અને બીસીસીઆઈ પ્રમુખે જે કરવું જોઈએ તે કરી રહ્યો છું.”

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ફોટો વિશે આમ કહ્યું

ગાંગુલીએ ફોટો વિશે કહ્યું, “હું તમને એ પણ જણાવી દઉં કે સોશિયલ મીડિયા પર જે ફોટો ફરી રહ્યો છે જેમાં હું પસંદગી સમિતિની બેઠકમાં બેઠો છું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફોટો પસંદગી સમિતિની બેઠકનો નથી. (આ ફોટામાં ગાંગુલી BCCI સેક્રેટરી જય શાહ, કેપ્ટન વિરાટ કોહલી, જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ સાથે બેઠેલા જણાય છે.) જ્યોર્જ પસંદગી સમિતિનો હિસ્સો નથી. મેં ભારત માટે 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. લોકોને યાદ કરાવવું એ ખરાબ વિચાર નથી, ખરું ને? (હસે છે)”

જય શાહ સાથેના સંબંધો પર આ વાત કહી

જ્યારે ગાંગુલીને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મારો જય સાથે સારો સંબંધ છે. તે મારા ખૂબ જ નજીકના અને વિશ્વાસુ સાથી છે. હું, જય અને અરુણ ધૂમલ, જ્યોર્જ આ બે વર્ષમાં બોર્ડને કોવિડને કારણે ઊભી થયેલી મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ક્રિકેટ હોય તેની ખાતરી કરવી જોઈએ. હું કહીશ કે આ બે વર્ષ અદ્ભુત રહ્યા છે. અમે એક ટીમ તરીકે તમામ કામ કર્યું છે.”

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

આ પણ વાંચોઃ PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

g clip-path="url(#clip0_868_265)">