IPL 2022 Mega Auction: એ ભારતીય ક્રિકેટરો કે જેમણે સૌથી વધારે બેઝ પ્રાઇઝ રાખી છે, જુઓ પુરુ લીસ્ટ

IPL 2022ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે જેમાં કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.

IPL 2022 Mega Auction: એ ભારતીય ક્રિકેટરો કે જેમણે સૌથી વધારે બેઝ પ્રાઇઝ રાખી છે, જુઓ પુરુ લીસ્ટ
2 કરોડ રુપિયાની બેઝ પ્રાઇઝ રાખનારા ભારતીય ખેલાડીઓની યાદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 5:26 PM

વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. BCCI એ આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી આ હરાજીમાં કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. દરેક ખેલાડીએ પોતાની બેઝ પ્રાઈસ રાખી છે. તેની સૌથી વધુ બેઝ પ્રાઇસ (Base Price) 2 કરોડ રૂપિયા છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ બ્રેકેટમાં પોતાને સ્થાન આપ્યું છે.

બેઝ પ્રાઈસનો અર્થ એ છે કે આ ખેલાડીઓની બિડિંગ બેઝ પ્રાઈસથી શરૂ થશે અને જે પણ ટીમ તેમને ખરીદશે તેણે ખેલાડીને ઓછામાં ઓછી તેમની બેઝ પ્રાઈસ ચૂકવવી પડશે. બાકીની હરાજીમાં, જો ટીમો વચ્ચે ખેલાડીને લઈને ટક્કર થાય છે, તો રકમ ચોક્કસપણે વધશે.

આ વખતે આઈપીએલની હરાજીમાં કુલ 10 ટીમો ભાગ લેશે. અત્યાર સુધી આઈપીએલમાં આઠ ટીમો હતી પરંતુ આ વખતે બીસીસીઆઈએ બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે. આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદની છે. લખનૌની કપ્તાની કેએલ રાહુલ કરશે અને અમદાવાદની કપ્તાની હાર્દિક પંડ્યા કરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

17 ભારતીય ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખવામાં આવી છે

ભારતીય ક્રિકેટના કુલ 17 એવા ખેલાડીઓ છે જેમણે પોતાની બેઝ પ્રાઈસ બે કરોડ રાખી છે. તેમાં શિખર ધવન પણ સામેલ છે.

1. શ્રેયસ અય્યર 2. રવિચંદ્રન અશ્વિન 3. શિખર ધવન 4. મોહમ્મદ શમી 5. દેવદત્ત પડિકલ 6. સુરેશ રૈના 7. રોબિન ઉથપ્પા 8. કૃણાલ પંડ્યા 9. હર્ષલ પટેલ 10. દિનેશ કાર્તિક 11. ઈશાન કિશન 12. અંબાતી રાયડુ 13. દીપક ચહર 14. ભુવનેશ્વર કુમાર 15. શાર્દુલ ઠાકુર 16. ઉમેશ યાદવ 17. યુઝવેન્દ્ર ચહલ.

1,214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

આ મેગા ઓક્શન માટે કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં BCCIએ ઓક્શન માટેનુ લીસ્ટ પસંદ કર્યું હતું. BCCI દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી ખેલાડીઓ છે.

હવે જોવાનું એ રહેશે કે કેટલા ખેલાડીઓ વેચાય છે અને કેટલા નિરાશ થાય છે. બીસીસીઆઈએ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા આઠ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમાં કેપ્ટન યશ ઢૂલનું નામ પણ સામેલ છે. જેમાંના મોટાભાગના ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઈસ 20 લાખ રાખી છે પરંતુ ફાસ્ટ બોલર રાજવર્ધન હેંગરવરકરે તેની બેઝ પ્રાઈસ 30 લાખ રાખી છે.

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ

g clip-path="url(#clip0_868_265)">