AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Birthday : કિંગ કોહલીનો આજે 36મો જન્મદિવસ , જુઓ વિરાટના 36 ‘વિરાટ’ મોટા કારનામા

વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે અને તેને લઈ તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કરીએ. આજે વિરાટ કોહલી તેનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

Virat Kohli Birthday : કિંગ કોહલીનો આજે 36મો જન્મદિવસ , જુઓ વિરાટના  36 'વિરાટ' મોટા કારનામા
| Updated on: Nov 05, 2024 | 11:48 AM
Share

ક્રિકેટની દુનિયામાં કિંગ ગણાતા કિંગ કોહલીનો આજે જન્મદિવસ છે. વિરાટ કોહલી આજે ભારતીય ક્રિકેટની માત્ર તાકાત નથી પરંતુ વિરોધી ટીમ માટે મોટી આફત પણ છે. તો આજે આપણે વિરાટ કોહલીના 36 કારનામા વિશે જાણીશું જેમાં વિરાટ કોહલી દુનિયામાં નંબર વન પર છે.તો ચાલો આજે આપણે વિરાટ કોહલીના 36 કારનામા વિશે વાત કરીએ. જેના દ્વારા તે ક્રિકેટની દુનિયામાં કિંગ કોહલી કહેવામાં આવે છે.

36 વર્ષ વિરાટ કોહલીના 36 કારનામા જુઓ

વિરાટ કોહલી ODIમાં સૌથી ફાસ્ટ 8000, 9000, 10000, 11000, 12000 અને 13000 રન બનાવનાર બેટ્સમેન છે.

વિરાટ કોહલીના નામે ICC ઈવેન્ટમાં સૌથી વધારે રન બનાવવાનો પણ રેકોર્ડ છે.

વિરાટ કોહલી ICC ઈવેન્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે પણ વિરાટ કોહલી નંબર 1 પર છે.

કોહલીના નામે ICCમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો પણ રેકોર્ડ છે

દુનિયાના એક્ટિવ ક્રિકેટર્સ વચ્ચે વિરાટ કોહલી વનડેમાં સૌથી વધારે સદી ફટકાવનાર બેટ્સમેન પણ છે.

વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. જેમણે એક કેલેન્ડર વર્ષમાં 2 વખત 11-11 સદી ફટકારી છે.

વિરાટનું નામ તે બે ભારતીયોમાં સામેલ છે જેમણે તમામ સેના દેશોમાં ટેસ્ટ અને વનડે બંનેમાં સદી ફટકારી છે.

વિરાટ એકમાત્ર કેપ્ટન છે,જેમણે વનડેમાં સતત 3 સદી ફટકારી છે

વિરાટના નામે ICCના નોક આઉટમાં સૌથી વધારે રન બનાવવાનો પણ રેકોર્ડ છે

વિરાટ કોહલીના નામે ICCના નોકઆઉટમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે

કોહલી એકમાત્ર એવો ખેલાડી છે. જેના નામે ICCના ત્રણેય ફોર્મેટમાં 50થી વધુની એવરેજ છે.

એક દાયકામાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.

કોહલી એક દાયકામાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે

વિરાટ એક દાયકામાં સૌથી વધારે પ્લેયર ઓફ ધ મેચનો રેકોર્ડ નોંધ્યો છે.

વિરાટ કોહલીના નામે કેલેન્ડર વર્ષમાં 2 વખત 3 બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે

કોહલીના નામે એક બાઈલેટરલ વનડે સીરિઝમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે

T20 વર્લ્ડ કપની આ એડિશનમાં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

વિરાટ એવો બેટ્સમેન છે જેણે T20 વર્લ્ડ કપની આ એડિશનમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીની આ એડિશનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન છે.

વિરાટ કોહલી એક દાયકામાં 20000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે.

વિરાટ એક કેલેન્ડર વર્ષમાં સૌથી ફાસ્ટ 1000 ODI રન બનાવનાર બેટ્સમેન છે. વર્ષ 2011માં આવું કરીને તેણે હાશિમ અમલાના 15 ઇનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો.

2 ટીમો વિરુદ્ધ સતત 3 સદી વનડેમાં ફટકાવનાર વિરાટ કોહલી પહેલો બેટ્સમેન છે

એક જ વર્ષમાં આઈસીસીના ત્રણેય મોટા એવોર્ડ સર ગેરીફીલ્ડ સોબર્સ ટ્રોફી, ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને વનડે પ્લેયર ઓફ ધ યર જીતનાર પહેલો ખેલાડી છે

2019ના વર્લ્ડકપમાં સતત 5 અડધી સદી ફટકાવનાર પહેલો કેપ્ટન બન્યો

ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી વધારે 7 બેવડી સદી ફટકારી છે

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધારે 973 રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે

કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ODIમાં સૌથી ઝડપી 3000 રન બનાવ્યા છે.

વેસ્ટઈન્ડિઝની ધરતી પર વિરાટ કોહલીના નામે ભારતીય કેપ્ટન તરીકે સૌથી મોટો વનડે સ્કોર બનાવવાનો પણ રેકોર્ડ છે.

કેપ્ટન તરીકે તેમણે ટેસ્ટમાં સૌથી ફાસ્ટ 4000 રન બનાવ્યા છે

વિરાટ ભારતીય જમીન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધારે વનડે સદી ફટકાવનાર બેટ્સમેન છે

ક્રિકેટ કરિયરમાં વિરાટ 30,35 અને 40 વનડે સદી સુધી સૌથી ઝલ્દી પહોંચનાર બેટ્સમેન છે

વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકાવનાર વિરાટ પહેલો ભારતીય છે

આઈપીએલની કોઈ એક સીઝનમાં સૌથી વધારે 4 સદી ફટકાવનાર પહેલો બેટ્સમેન છે. ત્યારબાદ જોસ બટલરે પણ આટલી સદી 2022માં ફટકારી હતી

કેપ્ટન તરીકે વિરાટનો ટેસ્ટમાં સૌથી વધુ 150 પ્લસનો સ્કોર છે.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તે એકમાત્ર બેટ્સમેન છે જેણે સતત 4 સીરિઝમાં 4 બેવડી સદી ફટકારી છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">