Arun Karthik Century: TNPL માં કાર્તિકે ધમાકેદાર સદી નોંધાવી અપાવી જીત, છગ્ગો ફટકારી રચ્યો ઈતિહાસ!

Tamil Nadu Premier League: મેચ હાઈ સ્કોરીંગ નહીં હોવા છતાં અરુણ કાર્તિકે ધમાકેદાર ઈનીંગ રમી હતી અને તોફાની સદી નોંધાવી હતી. શતક તેણે છગ્ગો ફટકારીને પુરુ કર્યુ હતુ.

Arun Karthik Century: TNPL માં કાર્તિકે ધમાકેદાર સદી નોંધાવી અપાવી જીત, છગ્ગો ફટકારી રચ્યો ઈતિહાસ!
Arun Karthik Century in TNPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:35 AM

TNPL માં ક્રિકેટરો ધમાલ મચાવી રહ્યા છે અને ક્રિકેટ રસિયાઓ તેનો પુરો આનંદ માણી રહ્યા છે. શનિવારે આવી જ જબરદસ્ત ઈનીંગ પ્રેક્ષકોને જોવા મળી હતી. TNPL માં સદી ક્યારેક જ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે T20 ક્રિકેટ ફોર્મેટમાં પણ સદી ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. જે પણ સદી નોંધાઈ હોય એ આક્રમક જ જોવા મળતી હોય છે. આવુ જ શનિવારે ચેપોક સુપર ગિલીઝ અને નેલ્લઈ રોયલ કિંગ્સ વચ્ચેની મેચમાં જોવા મળ્યુ હતુ. જેમાં અરુણ કાર્તિકે તોફાની રમત સાથે સદી નોંધાવી હતી.

અરુણ કાર્તિકે આ સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. અરુણે લો સ્કોરીંગ મેચમાં લક્ષ્યનો પીછો કરતા આ સદી નોંધાવી હતી. તે ટીમને માટે અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો અને વિજય અપાવ્યો હતો. ચેપોક સુપર ગિલીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેપોકે 7 વિકેટ ગુમાવીને નિર્ધારીત 20 ઓવરમાં 159 રન નોંધાવ્યા હતા. આમ નેલ્લઈ ટીમ સામે 160 રનનુ લક્ષ્ય હતુ. જેને નેલ્લઈ ટીમે આસાનીથી પાસ કરી લીધુ હતુ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કાર્તિકની શાનદાર સદી

પ્રથમ બેટિંગ કરતા ચેપોકે આસાન સ્કોર ખડક્યો હતો. બાબા અપરાજીત સિવાયના બેટર્સ જાણે પાણીમાં બેઠા હતા અને એટલે જ ચેપોકનો સ્કોર આસાન રહ્યો હતો. બાબા અપારાજીતે ટીમ માટે સંઘર્ષ કરતા અડધી સદી નોંધાવી હતી. બાબાએ 79 રન નોંધાવ્યા હતા અને જેને લઈ ટીમનો સ્કોર આટલે પહોંચ્યો હતો. જવાબમાં ચેપોકના બોલર્સ પણ ખાસ દમ દેખાડી શક્યા નહોતા અને ઘુલાઈ સહન કરી હતી.

નેલ્લઈના ઓપનર અરુણ કાર્તિકે શરુઆતથી જ જબરદસ્ત રમત દેખાડવી શરુ કરી હતી. તેણે શ્રી નેરાંજન સાથે મળીને 79 રનની ભાગીદારી નોંધાવી હતી. નેરાંજન 24 રન નોંધાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ રિતીક ઈશ્વરન સાથે મળીને રમતને આગળને વધારી હતી. ઈશ્વરન 26 રન નોંધાવી પરત ફર્યો હતો. જોકે બંને પરત ફરેલા બેટર્સનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ નબળો રહ્યો હતો. કાર્તિકે ટીમના વિજય માટે લક્ષ્યનો પિછો એકલા હાથે જારી રાખ્યો હતો. તેણે શાનદાર સદી નોંધાવતા અણનમ 104 રન નોંધાવ્યા હતા. છગ્ગો ફટકારીને પોતાની સદી કાર્તિકે પુરી કરી હતી.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર શહેરમાં નવા TP રોડ ખૂલ્લા મુકવામાં આવ્યા, કેનાલ ફ્રન્ટમાં શરુ કરાઈ નવી સુવિધા

સદી સાથે રચ્યો ઈતિહાસ

અરુણ કાર્તિકે 61 બોલનો સામનો કરીને 104 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન કાર્તિકે 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 170.49 નો રહ્યો હતો. કાર્તિકે આ ત્રીજી સદી TNPL માં નોંધાવી છે. કાર્તિકે આ સાથે જ ત્રણ સદી નોંધાવનારો ટૂર્નામેન્ટનો પ્રથમ બેટર નોંધાયો છે. આ પહેલા 2019 માં કાર્તિકે 106 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ગત વર્ષે 2022 માં 106 રનની ઈનીંગ રમી હતી. આમ ત્રીજીવાર સદી નોંધાવી છે અને આમ કરનારો તે એક માત્ર બેટર ટૂર્નામેન્ટમાં બન્યો છે.

આ પણ વાંચોઃ Cheteshwar Pujara Father: ભારતીય ટીમનો હિસ્સો બનશે ચેતેશ્વર પુજારા, ડ્રોપ થયા બાદ પિતાએ બતાવ્યો મજબૂત ભરોસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">