T20 વિશ્વકપ સેમીફાઈનલમાં પહોંચવાનો જશ્ન, અફઘાનિસ્તાનમાં હજારો લોકો રસ્તા પર ઉમટ્યા, જુઓ

|

Jun 25, 2024 | 5:22 PM

અફઘાનિસ્તાનના રસ્તાઓ પર લોકો ભીડના સ્વરુપે ઉતરી આવ્યા છે. હજારો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે અને જશ્ન મનાવતા નજર આવી રહ્યા છે. ટી20 વિશ્વકપ 2024ની સેમીફાઈનલમાં અફઘાનિસ્તાને સ્થાન મેળવી લીધું છે. અફઘાનિસ્તાન માટે પ્રથમ વખત બન્યુ છે કે, સેમીફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. ખેલાડીઓની આંખો પણ હરખથી મેદાનમાં જ ભરાઈ ગઈ હતી.

T20 વિશ્વકપ સેમીફાઈનલમાં પહોંચવાનો જશ્ન, અફઘાનિસ્તાનમાં હજારો લોકો રસ્તા પર ઉમટ્યા, જુઓ
લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Follow us on

અફઘાનિસ્તાન માટે જાણે કે ઉત્સવ સમાન દિવસ છે. અફઘાનિસ્તાનના રસ્તાઓ પર લોકો ભીડના સ્વરુપે ઉતરી આવ્યા છે. હજારો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે અને જશ્ન મનાવતા નજર આવી રહ્યા છે. ટી20 વિશ્વકપ 2024ની સેમીફાઈનલમાં અફઘાનિસ્તાને સ્થાન મેળવી લીધું છે.

સુપર-8 તબક્કામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન માટે પ્રથમ વખત બન્યુ છે કે, સેમીફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. ખેલાડીઓની આંખો પણ હરખથી મેદાનમાં જ ભરાઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના ક્રિકેટ ચાહકોની આંખો પણ ખુશીઓથી છલકાઈ ગઈ હતી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

હજ્જારો લોકો રસ્તા પર ઉતર્યા

અફઘાનિસ્તાન માટે બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની પળ એ ઐતિહાસિક હતી. સેમીફાઈનલમાં પહોંચ્યાની ખુશીઓને લઈ હજ્જારો અફઘાન લોકો રસ્તા પર ભીડ સ્વરુપે ઉમટી પડ્યા હતા. જ્યાં ભીડ સ્વરુપ અફઘાનોએ ખૂબ જશ્ન મનાવ્યો હતો. લોકોએ ઘરોની બહાર નિરળીને રસ્તાઓ જામ કરી દેતી ભીડના રુપે ઉમટી પડ્યા હતા અને હવામાં રંગ ઉડાવીને જશ્ન મનાવ્યો હતો.

 

 

જશ્નભર્યા માહોલના વીડિયો અને તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી. જેમાં લોકકો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. શેર કરેલી તસ્વીરો મુજબ લોકો રસ્તા પર જ નહીં પણ ઘરોની છત પર પણ પહોંચીને જશ્નનો હિસ્સો બનતા નજર આવી રહ્યા હતા.

 

 

ઓસ્ટ્રેલિયા બહાર

રાશિદ ખાન એન્ડ કંપનીએ બાંગ્લાદેશ સામે રોમાંચક મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ક્રિકેટ ટીમને પોતાના બોરિયા બિસ્તરા બાંધવા પડ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, તેની સફર સુપર-8 માં જ પૂર્ણ થઈ જવા પામી છે. રાશીદ ખાન અને નવી ઉલ હકે 4-4 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:08 pm, Tue, 25 June 24

Next Article