AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી

એક મોટો નિર્ણય લેતા પાકિસ્તાની ક્રિકેટર અને બેટ્સમેન ફવાદ આલમે અમેરિકા જવાનો નિર્ણય કર્યો છે. આ ડાબા હાથના બેટ્સમેને પાકિસ્તાન ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તે હવે અમેરિકામાં પોતાની કારકિર્દી બનાવશે.

51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી
Fawad Alam
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 3:23 PM
Share

મંગળવારે એક ચોંકાવનારો નિર્ણય લેતા પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમે પાકિસ્તાની ક્રિકેટ ટીમને અલવિદા કહી દીધું છે. ફવાદ આલમ હવે પાકિસ્તાન છોડીને અમેરિકા (USA) જશે અને ત્યાં તે પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવશે. ફવાદ અહેમદ પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે. જ્યારે તેના લિસ્ટ A માં પણ 6500 થી વધુ રન છે.

ફવાદ આલમે પાકિસ્તાની ટીમને કહ્યું અલવિદા

પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં પસંદગી ન થવાથી ફવાદ આલમ નિરાશ હોવાનું કહેવાય છે. તેણે ગત વર્ષે ગાલેમાં શ્રીલંકા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ફવાદ આલમે પાકિસ્તાન માટે 19 ટેસ્ટમાં 38.88ની એવરેજથી 1011 રન બનાવ્યા અને તેના બેટથી કુલ 5 સદી ફટકારી છે. ફવાદને ODI ક્રિકેટમાં માત્ર 38 મેચ રમવાની તક મળી અને તેણે પોતાના બેટથી 40થી વધુની એવરેજથી 966 રન બનાવ્યા હતા.

ફવાદે 51 સદી ફટકારી છે

ફવાદ આલમ પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ છે. તેણે લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 51 સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસમાં તેની એવરેજ 55થી વધુ રહી છે જે મોટી વાત છે.

ફવાદ આલમ હવે શું કરશે?

ફવાદ આલમ હવે અમેરિકામાં પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવશે. ફવાદ 37 વર્ષનો થઈ ગયો છે અને પાકિસ્તાની ટીમમાં તેની વાપસીની આશાઓ પૂરી થઈ ગઈ હતી. હવે તે અમેરિકામાં માઇનોર લીગ ક્રિકેટમાં રમશે. તેણે શિકાગો કિંગ્સમેન સાથે કરાર કર્યો છે. ફવાદ પહેલા વધુ ચાર પાકિસ્તાની ખેલાડીઓ અમેરિકન ક્રિકેટ સાથે જોડાઈ ચૂક્યા છે. સામી અસલમ, હમાદ આઝમ, સૈફ બદર અને મોહમ્મદ મોહસીને પણ આ જ નિર્ણય લીધો હતો.

આ પણ વાંચોઃ દિલ્લી કેપિટલ્સના યુવા સ્ટારે કાશ્મીરી યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

ફવાદ છે પ્રતિભાશાળી

ફવાદ આલમે 2009માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેણે વિદેશી ધરતી પર સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ તેણે બીજી ઇનિંગમાં 168 રનની દમદાર ઇનિંગ રમી હતી. પરંતુ માત્ર બે મેચ બાદ ફવાદને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2019માં, તેને 10 વર્ષથી વધુ સમય પછી પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું. ફવાદ 15 વર્ષની કારકિર્દીમાં માત્ર 19 ટેસ્ટ જ રમી શક્યો હતો, તે વિચારવા જેવી બાબત છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">