AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ પાકિસ્તાની ફાસ્ટ બોલરો પરના સવાલનો ન આપ્યો જવાબ, કહ્યું- રહેવા દો ‘હંગામો’ થઈ જશે

રોહિત શર્મા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ અમેરિકામાં છે, જ્યાં તેને પાકિસ્તાની ફાસ્ટ બોલરો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને તેનો વિચિત્ર જવાબ આપ્યો હતો.

રોહિત શર્માએ પાકિસ્તાની ફાસ્ટ બોલરો પરના સવાલનો ન આપ્યો જવાબ, કહ્યું- રહેવા દો 'હંગામો' થઈ જશે
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:29 AM
Share

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ટૂંક સમયમાં એશિયા કપમાં ટકરાવાના છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં ટકરાશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને પાકિસ્તાની પેસરો પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે વિચિત્ર જવાબ આપ્યો હતો. વાસ્તવમાં રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ અમેરિકા ગયો છે. ત્યાં એક કાર્યક્રમમાં રોહિતને પૂછવામાં આવ્યું કે તેને કયો પાકિસ્તાની ફાસ્ટ બોલર સૌથી વધુ ગમે છે અને કોનો બોલ તેને રમવામાં મુશ્કેલી પડે છે. રોહિતે આ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી હતી.

રોહિતના મતે બધા જ બોલરો સારા છે

રોહિત શર્માએ કહ્યું કે જો તે કોઈ એક બોલરનું નામ લેશે તો બિનજરૂરી વિવાદ થશે. રોહિત શર્માએ કહ્યું કે પાકિસ્તાની ટીમમાં બધા સારા છે. હું કોઈનું નામ નહીં લઉં. જો લઇશ તો મોટો વિવાદ થઈ છે. રોહિતે કહ્યું કે જો તે એકનું નામ લેશે તો બીજાને ગમશે નહીં. જો તમે બીજાનું નામ લેશે, તો ત્રીજાને ગમશે નહીં. તેથી બધા જ બોલરો સારા છે.

પાકિસ્તાન સામે મોટો પડકાર

રોહિત શર્મા સર્વશ્રેષ્ઠ પાકિસ્તાની ફાસ્ટ બોલરો પરના પ્રશ્ન ટાળી રહ્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટને ચોક્કસપણે સ્વીકાર્યું કે પાકિસ્તાન મજબૂત વિરોધી ટીમ છે. તેણે કહ્યું કે પાકિસ્તાનને હરાવવું હંમેશા એક પડકાર છે. તેમની સામે જીતવા માટે ઘણું 100 ટકાથી વધુ આપવું પડે છે.

ICC ટૂર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે 2 મેચમાં હાર્યું

એક સમય હતો જ્યારે પાકિસ્તાની ટીમ ICC ટ્રોફીમાં ભારતીય ટીમને એક પણ મેચમાં હરાવી શકી ન હતી, પરંતુ હવે એવું નથી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. આ પછી વર્ષ 2021 T20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જોકે, ત્યારપછીના T20 વર્લ્ડ કપ 2022માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ પણ છેલ્લા બોલ સુધી ચાલી હતી. તે સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત બની છે અને તેથી જ રોહિત શર્મા આ ટીમને હળવાશથી નથી લઈ રહ્યો.

આ પણ વાંચોઃ IND vs WI: ત્રીજી T20 પહેલા ICCએ વેસ્ટ ઈન્ડિઝના મેચ વિનર ખેલાડીને ફટકારી સજા

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન 3 મેચમાં ટકરાશે!

હવે જોવાનું એ રહેશે કે કેન્ડી જંગમાં કોણ જીતશે? એશિયા કપમાં ભારત-પાકિસ્તાન 3 મેચમાં ટકરાશે. લીગ સ્ટેજ બાદ આ બંને સુપર 4માં ટકરાશે અને ત્યાર બાદ ફાઈનલમાં પણ ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળી શકે છે. તો હવે બધા એશિયા કપના શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">