મેચમાં એક રુમાલે ભારે કરી, ક્લીન બોલ્ડ થઈને પણ નોટઆઉટ રહ્યો આ બેટ્સમેન જુઓ વીડિયો
ક્રિકેટમાં નસીબ ખુબ મહત્વ માનવામાં આવે છે. સમરસેટ અને હેમ્પશાયર વચ્ચે રમાયેલી મેચમાં બેટ્સમેન આઉટ થયો હોવા છતાં તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તો જાણો આ મેચમાં એવું શું થયુ કે, ખેલાડીને આઉટ હોવા છતાં નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો.
ક્રિકેટમાં કેટલીક વખત ક્રિકેટમાં એવી ઘટના બની છે, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્ય થઈ જાય છે. આવી જ એક ઘટના કાઉટી ચેમ્પિયનશીપમાં જોવા મળી હતી.ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી કાઉટી ચેમ્પિયનશીપ 2024માં સમરસેટ અને હેમ્પશાયર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સમરસેટનો બેટ્સમેન શોએબ બશીર આઉટ થયો હતો પરંતુ બોલરના રુમાલે તેને બચાવી લીધો હતો. જે બોલ પર તે બોલ્ડ થયો તેને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો હતો. હેમ્પશાયરનો બોલર કાઈલ એબર્ટ નિરાશ થયો હતો. પરંતુ તેમણે 2 બોલ બાદ ફરીથી બશીરને આઉટ કર્યો અને આ વખતે બેટ્સમેનને કોઈ બચાવી શક્યું નહિ.
બશીરનો આ વીડિયો કાઉટી ચેમ્પિયનશીપે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Kyle Abbott nearly had two wickets in two balls…
But a towel fell out of Abbott’s back pocket in his delivery stride, and it was deemed a dead ball. pic.twitter.com/9jTYDoABfk
— Vitality County Championship (@CountyChamp) September 26, 2024
બેટ્સમેનનું ધ્યાન ભંગ થયું
26 સપ્ટેબરના રોજ શરુ થયેલી આ મેચમાં સમરસેટનનો સ્કોર પહેલી ઈનિગ્સમાં 8 વિકેટ પર 136 રન હતો. આ સ્કોર પર એબર્ટ ટોમ કોહલર-કેડમોરને આઉટ કર્યો હતો. હવે શોએબ ક્રિઝ પર હતો. એબર્ટે પહેલા બોલ પર તેને આઉટ કર્યો પરંતુ આના પર અમ્પાયરે બોલરને કહ્યું બોલિંગ કરતી વખતે તેનો રુમાલ પડી ગયો હતો. જેના કારણે બેટ્સમેનનું ધ્યાન ભંગ થયું એટલા માટે આ બોલ ડેડ બોલ રહેશે. બેટસ્મેન નોટઆઉટ રહ્યો હતો. આ સમગ્ર ઘટના 54મી ઓવરમાં બની હતી.
શું કહે છે નિયમ
20 વર્ષના શોએબ બશીરે ઈંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ મેચ રમી છે. બશીરે આ વર્ષ ભારત વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યું કર્યું હતુ.તમને જણાવી દઈએ કે, એક ક્રિકેટનો નિયમ છે, 20.4.2.6 કહે છે કે, જો સ્ટ્રાઈક પર ઉભેલો બેટ્સમેન બોલનોસામનો કરતી વખતે કોઈ અવાજનો સામનો થાય, તો અમ્પાયર તે બોલને ડેડ બોલ જાહેર કરી શકે છે.