T20 World Cup 2021: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર નિશાને લેવાઇ, દુશ્મન પાકિસ્તાન માટે વગાડી રહી હતી તાળીઓ

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) દરમ્યાન સાનિયા મિર્ઝા (Sania Mirza) અનેક વાર સ્ટેડિયમમાં હાજર જોવા મળી હતી. તે પાકિસ્તાનની મેચ દરમ્યાન અવાર નવાર તાળીઓ વગાડતી જોવા મળી હતી.

T20 World Cup 2021: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર નિશાને લેવાઇ, દુશ્મન પાકિસ્તાન માટે વગાડી રહી હતી તાળીઓ
Sania Mirza-Shoaib Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:26 AM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે દુબઇમાં રમાયેલી ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) સેમિફાઇનલ મેચ દરમ્યાન સાનિયા મિર્ઝા (Sania Mirza) જોવા મળી હતી. પતિ શોએબ મલિકને સેમિફાઇનલમાં રમતો જોવા અને તેને ચિયર કરવા માટે ભારતીય ટેનિસ સ્ટાર સ્ટેડિયમ પહોંચી હતી. શોએબ મલિક (Shoaib Malik) મેચ દરમ્યાન ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે પાકિસ્તાન પણ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયુ હતુ. આમ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલની ટિકિટ કાપી લીધી હતી, જ્યારે પાકિસ્તાન વિશ્વકપમાંથી બહાર ફેંકાઇ ગયુ હતુ.

મેચ દરમ્યાન જ સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. સાનિયા ભારતના કટ્ટર દુશ્મન ગણાતા પાકિસ્તાનની ટીમના હિસ્સો રહેલા પોતાના પતિને સમર્થન કરી રહી હતી. તે મેચ દરમ્યાન અવાર નવાર તે પોતાના પતિ અને કટ્ટર દુશન પાકિસ્તાન માટે તાળીઓ પાડવા ઉપરાંત ઉત્સાહમાં આવીને સમર્થન કરતી નજરે પડી હતી. જેને લઇને તેને ભારતીય ફેન્સ દ્વારા નિશાન બનાવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝાને લઇને અનેક પ્રકારની કોમેન્ટો લખવાામ આવી છે. જેમાં તેના પ્રત્યે ભારતીય ચાહકોએ ખૂબ જ નફરત દર્શાવી હતી. તો કેટલાક યુઝર્સે તો તેને દુશ્મન દેશની ટીમને સમર્થન કરવાને લઇને દેશદોહ્રી પણ કહી દીધી હતી. યુઝર્સે તેણે પાકિસ્તાનની કઇ કઇ મેચમાં સમર્થન કર્યુ હતુ તેના પણ ફોટા શેર કર્યા હતા.

પાકિસ્તાન થયુ વિશ્વકપની બહાર

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમની હાર થઇ હતી. પહેલા તો એક બાદ એક ઓસ્ટ્રેલિયાની વિકેટો નિયમીત રુપે પડવા લાગી હતી. જેને લઇને પાકિસ્તાની સમર્થકોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વેડેએ ધુંઆધાર ઇનીંગ રમતા પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

ન્યુઝીલેન્ડ સામે ટકરાશે ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. આ પહેલા બુધવારે ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પોતાનુ સ્થાન નિશ્વિત કરી દીધુ હતુ. જેને લઇને હવે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલનો જંગ ખેલાશે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હાર આપી હતી. પાકિસ્તાન પણ ફાઇનલમાં પહોંચવાના અને ટ્રોફી પોતાના હાથમાં લેવાનુ સપનુ જોઇ રહયુ હતુ. પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેના સપનાઓને રગદોળી દીધુ હતુ.

આ પણ વાંચોઃ  T20 World Cup 2021, PAK vs AUS: પાકિસ્તાનનુ ‘સપનુ’ રોળાયુ, ઓસ્ટ્રેલિયા શાનદાર રમત સાથે ફાઇનલમાં પહોંચ્યુ, રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ હફીઝે ફેંક્યો ‘ગલી’ ક્રિકેટ જેવો ખરાબ બોલ, ડેવિડ વોર્નરે છગ્ગો લગાવી દેતા અંપાયરથી ઝઘડી પડ્યો!

g clip-path="url(#clip0_868_265)">