IND vs NZ: રોહિત-દ્રવિડ પ્રથમ કસોટીમાં પાર, ભારતે ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે મેળવ્યો વિજય, હિટમેન અણી ચૂક્યો, સૂર્યાકુમારની ફીફટી

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની 3 મેચોની T20I સિરીઝમાં ભારતીય ટીમ જયપુરમાં જીત સાથે 1-0 થી આગળ થઇ ચૂક્યુ છે.

IND vs NZ: રોહિત-દ્રવિડ પ્રથમ કસોટીમાં પાર, ભારતે ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે મેળવ્યો વિજય, હિટમેન અણી ચૂક્યો, સૂર્યાકુમારની ફીફટી
Rohit Sharma-Suryakumar Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:22 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે T20I સિરીઝની બુધવારથી શરુઆત થઇ છે. જયપુર (Jaipur)માં રમાયેલી પ્રથમ ટી20 મેચ ભારતે શાનદાર રીતે જીતી લીધી હતી. મેચ અંતમાં રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી. ભારતે રન ચેઝ કરવાની રણનીતી ટોસ જીતીને અપનાવી હતી. જેમાં ભારતીય ટીમને સફળતા મળી હતી. ન્યુઝીલેન્ડની ટીમે 6 વિકેટે 164 રન કર્યા હતા. જે પડકારને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)અને સૂર્યકુમારની જબરદસ્ત રમત વડે આસાની થી પાર કરી લેવાયો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કિવી ટીમે ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમની ઓપનીંગ જોડી તૂટ્યા બાદ પણ માર્ટિન ગુપ્ટીલ (Martin Guptill) અને માર્ક ચૈપમેને અર્ધશતક નોંધાવી સાથે 109 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતે કિવી ટીમે ભારત સામે પડકાર જનક સ્કોર ખડક્યો હતો. જોકે તેમના બોલરો સ્કોરને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતને જીત માટે અંતિમ ઓવરમાં 10 રનની જરુર હતી. જે ઓવરના ચોથા બોલે પંતે ચોગ્ગો ફટકારી જીત અપાવી હતી.

ભારત બેટીંગ

ટીમ ઇન્ડિયાની ઓપનીંગ જોડીએ આક્રમક શરુઆત કરી હતી. તેણે 5 ઓવરમાં જ 50ના આંકડાને સ્પર્શી લીધો હતો. જોકે પચાસ પૂરા થતા જ ઓપનીંગ જોડી તૂટી હતી. કેએલ રાહુલ 15 રન કરીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 36 બોલમાં 48 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાકુમાર યાદવે પણ બેટ ખોલીને રમત રમી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૂર્યકુમારે 40 બોલમાં 62 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 શાનદાર છગ્ગા અને 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેની રમતે ટીમને જીતના નજીક લાવીને મુકી દીધી હતી. શ્રેયસ અય્યર (5) અને વેંકટેશ અય્યર (4) ઝડપ થી વિકેટ ગુમાવી બેઠા હતા. અક્ષર પટેલ (1) અણનમ રહ્યો હતો. જ્યારે રિષભ પંતે (17) અંતિમ રોમાંચક ઓવરના ચોથા બોલે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી.

ન્યુઝીલેન્ડ બોલીંગ

રોહિત શર્મા અને સૂર્યકુમાર કિવી બોલરો પર શરુઆત થી જ હાવી થઇ ચૂક્યા હતા. આ બંનેની જોડી સામે કિવી બોલરોની એક ચાલી નહોતી. કેએલ રાહુલની સેન્ટનરે પોતાની જાળમાં ફસાવીને એક વિકેટ મેળવી હતી. આમ ઓપનીંગ જોડીની શરુઆતની આક્રમક રમત દરમ્યાન જ તોડવા છતાં ન્યુઝીલેન્ડને કોઇ જ રાહત સર્જાઇ નહોતી. મિશેલ સેન્ટનર જોકે કરકસર ભર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ અને કેપ્ટન ટિમ સાઉથીની ઓવર પર પણ ભારતીય બેટ્સમેનોએ રન લુટ્યા હતા. જોકે તેણે પોતાની બાકીની બે ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ડેરેલ મિશેલે 1 વિકેટ મેળવી હતી. સાઉથી એ પણ એક વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ બેટીંગ

માર્ટિન ગુપ્ટીલ અને ડેરિલ મિશેલની જોડી પ્રથમ ઓવરમાં જ તૂટી ગઇ હતી. મિશેલ ભૂવનેશ્વરના બોલને સમજવામાં થાપ ખાઇ જતા ક્લીન બોલ્ડ થયો હતો. તે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે બાદમાં ચૈપમેન અને ગુપ્ટિલે રમતને સંભાળી હતી. બંને એ શરુઆતમાં સુરક્ષીત અને બાદમાં મક્કમતા પૂર્ણ રમત રમી હતી. બંને એ રમતના બાકીની 10 ઓવરમાં રનની ગતીને તેજ બનાવી હતી.

ગુપ્ટીલે 70 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 42 બોલમાં આ ઇનીંગ રમી હતી. ચૈપમેને 50 બોલમાં 63 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. આમ કિવી ટીમે ગુપ્ટીલ અને ચૈપમેનના અર્ધશતકના બળે જ ભારત સામે પડકારજનક સ્કોર ખડકી શકી હતી. ગ્લેન ફિલીપ અશ્વિન બોલ પર શૂન્યમાં જ ક્લીન બોલ્ડ વિકેટ ગુમાવી હતી. ટીમ શિફર્ટે 12 રન અને રચિન રવિન્દ્ર એ 7 રન નોંધાવ્યા હતા.

ભારત બોલીંગ

રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી ને કિવી ટીમને નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 23 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓપનીંગ જોડીને પ્રથમ ઓવરમાં જ તોડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 42 રન લુટાવ્યા હતા અને બદલામાં એક વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

આ પણ વાંચોઃ  સૌરવ ગાંગુલી ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, ‘દાદા’ ના માથે આ કામ કરવાની રહેશે મહત્વની જવાબદારી

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્મા છગ્ગા ફટારવામાં આ ખાસ મુકામે પહોંચવા માટે માત્ર 3 સિક્સર દૂર, જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">