IND vs NZ: રોહિત શર્મા છગ્ગા ફટારવામાં આ ખાસ મુકામે પહોંચવા માટે માત્ર 3 સિક્સર દૂર, જાણો

રોહિત શર્મા (Rohit Sharma) ટી20 ક્રિકેટમાં પણ છગ્ગા લગાવવાની યાદીમાં બીજા સ્થાન પર પહોંચવાની નજીક છે. આ માટે બસ આટલી જ રાહ જોવી પડે એમ છે.

IND vs NZ: રોહિત શર્મા છગ્ગા ફટારવામાં આ ખાસ મુકામે પહોંચવા માટે માત્ર 3 સિક્સર દૂર, જાણો
T20 સિરીઝ જીત દરમિયાન, કેપ્ટન રોહિત શર્માનું ધોની (Dhoni) ના શહેર રાંચીમાં સન્માન કરવામાં આવ્યું હતું, જે કદાચ તે ક્યારેય ભૂલી શકશે નહીં. રાંચી ટી-20 દરમિયાન મેદાન પર રોહિત શર્માને એક ફેન પગે લાગી ગયો હતો. જ્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક પ્રશંસક મેદાનમાં ઘુસી ગયો અને તે ભારતીય કેપ્ટનની સામે સૂઈ ગયો અને તેને નમન કરવા લાગ્યો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:15 PM

આજ થી ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય 3 મેચની સિરીઝ શરુ થઇ રહી છે. બંને દેશો વચ્ચે શરુ થઇ રહેલી સિરીઝની પ્રથમ ટી20 મેચ બુધવારથી જયપુરમાં રમાનારી છે. સિરીઝને લઇને બંને દેશના ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ પણ ઉત્સાહીત છે. રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમ (Team India) નો T20 ફોર્મેટનો નિયમીત કેપ્ટન તરીકેને કરિયર ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ સાથે શરુ કરનાર છે. રોહિત શર્મા છગ્ગા લગાવવામાં પણ એક ખાસ મુકામ હાંસલ કરશે.

રોહિત શર્મા આમ પણ આક્રમક ખેલાડી છે. તે ચોગ્ગા અને છગ્ગા ફટકારવા સાથે સાથે તે મોટી ઇનીંગ પણ રમવા માટે જાણીતો છે. આ દરમ્યાન હવે તે સૌથી વધુ છગ્ગા લગાવવામાં ત્રીજા સ્થાને પહોંચી જઇ શકે છે. આ માટે તેણે ત્રણ છગ્ગાની જરુર છે. રોહિત શર્મા હાલમાં 447 છગ્ગા નોંધાવી ચૂક્યો છે. આમ તે ત્રણ છગ્ગા નોંધાવતા જ તે 450 છગ્ગા પૂરા કરી શકે છે.

450 સિક્સર ફટકારનાર તે વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની જઇ શકે છે. આ પહેલા ક્રિસ ગેઇલ અને શાહિદ આફ્રિદી આ આંકડાને પાર કરી ચૂક્યા છે. રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી પૂરી શક્યતા છે. અને આ માટે સ્વાભાવિક જ ભારતીય ક્રિકેટ ચાહકો પણ રાહ જોઇ રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

T20I માં પણ મેળવી શકશે સિદ્ધી

રોહિત શર્મા ક્રિકેટના તમામ ફોર્મેટમાં 450 છગ્ગા ફટકારવાની સિદ્ધી હાંસલ કરી શકે છે. આ ઉપરાંત તે વર્તમાન સિરીઝમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 150 છગ્ગા નોંધાવવાનો કમાલ કરી શકે છે. જોકે તેને આ માટે વધુ 10 છગ્ગા ફટકારવાની જરુર છે. હાલ તે 140 છગ્ગા પોતાના ખાતમાં ધરાવે છે. આમ તે તે 150 છગ્ગા નોંધાવનારો બીજો બેટ્સમેન બની શકે છે. તેની પહેલા માર્ટિન ગુપ્ટીલ આ સ્થાન પર છે.

ગેઇલ અને આફ્રિદી પણ છગ્ગા લગાવવામાં આગળ

સિક્સર કિંગ જ નહી પરંતુ યુનિવર્સ બોસ તરીકે ઓળખાતા ક્રિસ ગેઇલ છગ્ગા લગાવવામાં અવ્વલ જ હોય એ સ્વાભાવિક છે. ગેઇલે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 553 છગ્ગા નોંધાવ્યા છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સૌથી વધુ છગ્ગા હોવાનો રેકોર્ડ છે. તેનો રેકોર્ડ તુટવો હજુ મુશ્કેલ લાગી રહ્યો છે. જોકે અશક્ય પણ નથી. એક્ટીવ પ્લેયર તરીકે રોહિત શર્મા તેના પછી બીજા સ્થાને છે અને જેના થી રોહિત હજુ 106 છગ્ગા દૂર છે. જ્યારે શાહિદ આફ્રિદી 476 છગ્ગા ધરાવે છે. જે આ યાદીમાં બીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ  સૌરવ ગાંગુલી ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, ‘દાદા’ ના માથે આ કામ કરવાની રહેશે મહત્વની જવાબદારી

આ પણ વાંચોઃ IND vs NZ: ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી, વેંકટેશન ઐય્યરને ડેબ્યૂની આપી તક, સિરાજને ત્રણ વર્ષે ફરી મોકો

g clip-path="url(#clip0_868_265)">