સૌરવ ગાંગુલી ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, ‘દાદા’ ના માથે આ કામ કરવાની રહેશે મહત્વની જવાબદારી

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પહેલા અનિલ કુંબલે (Anil Kumble) નવ વર્ષ સુધી આ પદ પર હતા. અહીં એક ટર્મ ત્રણ વર્ષ સુધી ચાલે છે. આવી સ્થિતિમાં કુંબલેએ સતત ત્રણ કાર્યકાળ પૂરા કર્યા.

સૌરવ ગાંગુલી ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, 'દાદા' ના માથે આ કામ કરવાની રહેશે મહત્વની જવાબદારી
Sourav Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:16 PM

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને ICC મેન્સ ક્રિકેટ કમિટી (ICC Men’s Cricket Committee) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ICCએ બુધવારે આ જાણકારી આપી હતી. ગાંગુલી સાથી ભારતીય અનિલ કુંબલે (Anil Kumble) નું સ્થાન લેશે. કુંબલેએ ત્રણ વખત ત્રણ-ત્રણવાર અધિકતમ સમયસીમા સુધી જવાબદારી સંભાળવાબાદ આ પદથી હટી ગયા હતા.

ક્રિકેટ કમિટિની પાસે પ્લેયીંગ કંડીશન અને રમત સાથે જોડાયેલા કાનૂન બનાવવાની જવાબદારી રહેતી હોય છે. કારણ કે કુંબલે વડા હતા ત્યારે જ DRS અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી કોરોના બાદ રમવા સંબંધિત નિયમો પણ ક્રિકેટ કમિટીએ જ બનાવ્યા હતા.

ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌરવને ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ પદ પર આવકારતાં મને આનંદ થાય છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને પછી એક પ્રશાસક તરીકેનો તેમનો અનુભવ ભવિષ્યના ક્રિકેટના નિર્ણયો લેવામાં અમને મદદ મળશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

આ જવાબદારી લાંબા સમય સુધી નિભાવવા બદલ તેણે અનિલ કુંબલેનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, ‘હું અનિલને છેલ્લા નવ વર્ષમાં નેતૃત્વ કરવાની તેની અદ્ભુત ક્ષમતા માટે આભાર માનું છું. જેમાં નિયમિતપણે અને સતત DRSનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય મેચોમાં સુધારો કરવો અને શંકાસ્પદ બોલિંગ એક્શનનો સામનો કરવા માટે મજબૂત કાર્યવાહી અપનાવવાનો સમાવેશ થાય છે.

બોર્ડે એ પણ મંજુરી આપી છે કે મહિલા ક્રિકેટ માટે ફર્સ્ટ-ક્લાસ સ્ટેટસ અને લિસ્ટ A લાયકાત પુરૂષોની રમતની જેમ લાગુ કરવામાં આવશે. ICC મહિલા સમિતિ આગળ ICC મહિલા ક્રિકેટ સમિતિ તરીકે ઓળખાશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવને આઈસીસી મહિલા સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન માટે કાર્યકારી સમૂહ

દરમિયાન, અફઘાનિસ્તાનમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ICCએ ત્યાં ક્રિકેટની સમીક્ષા કરવા માટે એક કાર્યકારી જૂથની રચના કરી છે. તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજા પણ સામેલ છે. આ કાર્યકારી જૂથનું નેતૃત્વ ઈમરાન ખ્વાજા કરશે. તેમાં રોસ મેકકેલમ, લોસન નાયડુ અને રાજાનો સમાવેશ થાય છે. આ જૂથ આગામી મહિનાઓમાં તેનો રિપોર્ટ ICC બોર્ડને સુપરત કરશે. અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ રાજકીય લેન્ડસ્કેપમાં આવેલા બદલાવથી અફઘાનિસ્તાન ક્રિકેટ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

તાલિબાને મહિલા ક્રિકેટનો વિરોધ કર્યો હતો, જેના કારણે ઓસ્ટ્રેલિયા સામેની તેમની પુરૂષ ટીમની એકમાત્ર ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી હતી. આઇસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું હતું કે, “આઇસીસી બોર્ડ પુરૂષ અને મહિલા ક્રિકેટના વિકાસ માટે અફઘાનિસ્તાન ક્રિકેટને સમર્થન આપવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ IND vs PAK: ભારતીય ટીમ આગામી 4 વર્ષમાં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે, 16 વર્ષ થી જે નથી થયુ એ ટીમ ઇન્ડિયા કરશે!

આ પણ વાંચોઃ Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">