T20 વર્લ્ડ કપમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હીની ITC મોર્યા હોટલમાં પહોંચી, થયુ શાનદાર સ્વાગત, જુઓ વીડિયો

|

Jul 04, 2024 | 9:43 AM

ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. ભારતીય ટીમ દિલ્હી પહોંચી ચુકી છે.

T20 વર્લ્ડ કપમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હીની ITC મોર્યા હોટલમાં પહોંચી, થયુ શાનદાર સ્વાગત, જુઓ વીડિયો

Follow us on

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ખરાબ હવામાનને કારણે, BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ જોવા મળ્યા હતા. ભારતીય ટીમ દિલ્હી પહોંચતા જ ચાહકોએ ખેલાડીનું સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ ભારતીય ટીમનું કડક સુરક્ષા સાથે હોટલ પહોંચી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય ટીમ મુલાકાત કરશે.

 ટી20 વર્લ્ડકપ જીતી ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિય બન્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી બાર્બાડોસમાં ફસાઈ હતી. ત્યારે આજે ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ બાદ હોટલ પહોંચતા ખેલાડીઓનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. એરપોર્ટ પર પણ ચાહકો પોતાની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સ્વાગત માટે તૈયાર હતા.દિલ્હીની હોટલ આઈટીસી મૌર્યામાં ટી20 વર્લ્ડકપ જીતી ટીમ ઈન્ડિયાના સ્વાગતની તૈયારીઓ પણ શાનદાર જોવા મળી હતી. હોટલમાં કેક કટિંગ બાદ ખેલાડીઓના બ્રેકફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન
અરે વાહ ! સસ્તામાં થશે તાંબાના વાસણો સાફ, ચમક એકદમ નવા જેવી લાગશે
પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત

 

 

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી

બીસીસઆઈએ ટીમ ઈન્ડિયાની ધર વાપસી બાદ પહેલો વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતીય ખેલાડીઓ ટી20 વર્લ્ડકપ ટ્રોફીની સાથે જોવા મળી રહ્યા છે.

 

ટીમ ઈન્ડિયાનું દિલ્હીની હોટલમાં ભવ્ય સ્વાગત

 

બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વિટ કરી આ વાતની પુષ્ટિ કરી હતી કે, 4 જુલાઈના સાંજે 5 વાગ્યે મુંબઈમાં ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આશે. તેના માટે વિજય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની શરુઆત મરીન ડ્રાઈવથી થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી હશે.

 

 

 

Next Article