IND vs BAN: જેમિમાહ રોડ્રિગ્સનું શાનદાર પ્રદર્શન, ભારતે બાંગ્લાદેશને 108 રને હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ બીજી ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 108 રને હરાવી મોટી જીત હાંસલ કરી હતી. આ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર જેમિમા રોડ્રિગ્સ પ્લેયર ઓફ ધ મેચ બની હતી.
બાંગ્લાદેશ સામેની ODI સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઢાકામાં રમાયેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 108 રનથી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India) એ 50 ઓવરમાં માત્ર 228 રન બનાવ્યા હતા, છતાં ટીમ ઈન્ડિયાએ આ મેચ ખૂબ જ આસાનીથી જીતી લીધી અને તેનું મુખ્ય કારણ જેમિમાહ રોડ્રિગ્સ (Jemimah Rodrigues) નું શાનદાર પ્રદર્શન હતું. જેમિમાહે પહેલા 86 રન બનાવ્યા અને પછી 3 બોલમાં 4 વિકેટ પણ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની મોટી જીત
22 વર્ષીય જેમિમાહ રોડ્રિગ્સે પ્રથમ બેટિંગમાં 78 બોલમાં 86 રનનું યોગદાન આપ્યું હતું અને તે પછી તેણે માત્ર 3 રનમાં 4 વિકેટ લઈને બોલ સાથે તબાહી મચાવી હતી. તેની શાનદાર બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 120 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે જેમિમાહે માત્ર 19 બોલમાં 4 વિકેટ ઝડપી હતી.
The Jemimah magic 💫
All-round brilliance from the India star in the series-levelling victory over Bangladesh 👏
📸 @BCCIWomen | #BANvIND | 📝 https://t.co/HSrb7lgL5n pic.twitter.com/V0PsuOflOL
— ICC (@ICC) July 19, 2023
જેમિમાહનું દમદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં જેમિમાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ટીમની શ્રેષ્ઠ બેટ્સમેન હતી. તેણે 78 બોલમાં 86 રન બનાવ્યા હતા. મુશ્કેલ પિચ પર જેમિમાહનો સ્ટ્રાઈક રેટ 110નો રહ્યો હતો. મોટી વાત એ છે કે ભારતીય બેટિંગ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરને ઈજા થઈ હતી. આ પછી જેમિમાહે ઝડપી રન બનાવવાની જવાબદારી લીધી અને આ ખેલાડીએ ટીમને 228 રન સુધી પહોંચાડી દીધી.
બાંગ્લાદેશની બેટિંગ ફ્લોપ રહી
બાંગ્લાદેશની સામે સ્કોર મોટો ન હતો પરંતુ ભારતીય સ્પિનરોએ તેમના બેટ્સમેનોને રન બનવવાનો કોઈ મોકો જ ન આપ્યો. પહેલા શર્મિન અખ્તર 9 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી મુર્શિદા ખાતૂન 19 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ફરગાના હકે ચોક્કસપણે ક્રિઝ પર સમય વિતાવ્યો હતો પરંતુ તે ખુલીને સ્કોર કરી શકી નહીં.
8⃣6⃣ runs with the bat 👏 4️⃣ wickets with the ball 😎@JemiRodrigues‘ all-round performance makes her the Player of the Match 👌🏻#TeamIndia win by 108 runs in the second ODI 👏
Scorecard – https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/CuUNtJpFOo
— BCCI Women (@BCCIWomen) July 19, 2023
આ પણ વાંચો : ક્રિકેટના મેદાનમાં આ ખેલાડીઓએ ગુમાવ્યો પોતાનો જીવ, 1 ભારતીય પણ આ યાદીમાં સામેલ
ODI શ્રેણી 1-1ની બરાબરી પર પહોંચી
બીજા છેડે વિકેટો પડતી રહી અને જ્યારે બોલ જેમિમાહના હાથમાં આવ્યો ત્યારે બાંગ્લાદેશની ટીમે તેની સામે આત્મસમર્પણ જ કરી લીધું. આ એક તરફી જીત સાથે ભારતે વનડે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો 40 રને પરાજય થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ વખત ODI ફોર્મેટમાં ભારતને હરાવ્યું હતું.