AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ટીમ ઈન્ડિયાની સિરીઝ જીતવાની ખાતરી, વેસ્ટ ઈન્ડિઝને આગામી 2 મેચમાં મળશે હાર!

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતે ત્રીજી મેચ જીતીને વાપસી કરી હતી અને હવે તે શ્રેણીની બાકીની બે મેચ જીતે તો નવાઈ નહીં. ભારત હાલ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-2થી પાછળ છે.

IND vs WI: ટીમ ઈન્ડિયાની સિરીઝ જીતવાની ખાતરી, વેસ્ટ ઈન્ડિઝને આગામી 2 મેચમાં મળશે હાર!
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:39 AM
Share

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને પાંચ મેચની T20 શ્રેણીમાં ભાગ લઈ રહી છે. આ સીરિઝની પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) પર શ્રેણી ગુમાવવાનો ખતરો હતો, પરંતુ ત્રીજી મેચમાં ભારતે જીત મેળવી સીરિઝને જીવંત રાખી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર શ્રેણીની બાકીની બે મેચ જીતવા પર છે.

સતત ત્રણ મેચ જીતવી સરળ નથી

જો કે કોઈ પણ ટીમ માટે સતત બે મેચ હાર્યા બાદ સતત ત્રણ મેચ જીતવી સરળ નથી, પરંતુ ત્રીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયા આ માર્ગ પર છે અને જો તે આમ કરે તો નવાઈ નહીં. તેનું કારણ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી બે મેચનું મેદાન છે, જ્યાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે.

ફ્લોરિડામાં ભારત જીતશે શ્રેણી?

ભારત અને વિન્ડીઝ વચ્ચે અત્યાર સુધી માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ ત્રણ મેચ રમાઈ હતી, પરંતુ હવે બાકીની બે મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમાશે. અહીં ન તો ટીમ ઈન્ડિયા પહેલીવાર રમી રહી છે અને ન તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ. આ બંને ટીમો અહીં પહેલા રમી ચૂકી છે. અહીંના આંકડાઓમાં ભારતનો દબદબો છે અને તેથી જ ટીમ ઈન્ડિયા આગામી બે મેચ જીતીને શ્રેણી જીતે તો નવાઈ નહીં.

લોડરહિલમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ

લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અહીં વેસ્ટ ઈન્ડિઝ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં અહીં કુલ છ મેચ રમાઈ છે. આ છ મેચોમાંથી ભારતે ચાર મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર એક મેચ જીતી શકી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અહીં 27 ઓગસ્ટ 2016ના રોજ પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝ એક રનથી જીત્યું હતું.આ પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2019માં અહીં બે મેચ રમાઈ છે. 3 અને 4 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. ત્યારબાદ આ બંને ટીમો અહીં 6 અને 7 ઓગસ્ટ, 2022ના રોજ આમને-સામને આવી હતી અને ભારતે બંને મેચ જીતી હતી.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયામાં રોહિત-કોહલીની પસંદગીની પણ ખાતરી નથી? ખુદ ભારતીય કેપ્ટને આવું કેમ કહ્યું?

ટીમ ઈન્ડિયા ફરી જીતશે!

આ આંકડાઓને જોતા સ્પષ્ટ થાય છે કે અહીં ટીમ ઈન્ડિયાનો દબદબો છે અને ટીમને આ મેદાન ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા અહીં આગામી બે મેચ જીતે તો નવાઈ નહીં. પરંતુ T20માં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઓછી આંકવી એ ભૂલ હોઈ શકે છે. કોઈને અપેક્ષા નહોતી કે આ ટીમ શરૂઆતની બંને મેચ જીતીને ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે, પરંતુ આ ટીમે તે કરી બતાવ્યું. એટલા માટે વેસ્ટ ઈન્ડિઝને નબળું માનવું એ ભારતની ભૂલ હોઈ શકે છે અને ટીમ ઈન્ડિયા પણ આ જાણે છે, તેથી તે વેસ્ટ ઈન્ડિઝને હળવાશથી નહીં લે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">