AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanmay Manjunath Under 16 Cricketer: 16 વર્ષના ભારતીય ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, ODIમાં રમી 407 રનની શાનદાર ઈનિંગ

16 વર્ષના ભારતીય યુવા ક્રિકેટર તન્મય મંજુનાથે (Tanmay Manjunath) ઐતિહાસિક ઇનિંગ રમીને ઈતિહાસ રચ્યો. 50 ઓવરના ફોર્મેટની મેચમાં તન્મયે 165 બોલ રમીને 407 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 48 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે 24 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

Tanmay Manjunath Under 16 Cricketer: 16 વર્ષના ભારતીય ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, ODIમાં રમી 407 રનની શાનદાર ઈનિંગ
16 વર્ષના ભારતીય ક્રિકેટરે રચ્યો ઈતિહાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 2:23 PM
Share

ભારતમાં ક્રિકેટની રમત ગલીએ ગલીએ જોવા મળે છે અને તેમાંથી શાનદાર ખેલાડીઓ બહાર આવે છે. કેટલાક એવા ખેલાડીઓ છે જે પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે અને અંતે તે ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન બનાવે છે. ભારતીય ટીમમાં સમાવેશ થતા દેશનું નામ રોશન કરે છે પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેને ક્રિકેટમાં નાની ઉંમરે જ મોટી સિદ્ધિ મેળવી લીધી છે, આવા જ એક યુવા ભારતીય ક્રિકેટરનું નામ સામે આવી રહ્યું છે, જેણે પોતાના બેટથી બધાને એલર્ટ કરી દીધા છે.

આ ખેલાડીનું નામ તન્મય મંજુનાથ છે, જે શિમોગાના સાગરનો છે. તેણે અંડર-16 ક્રિકેટમાં પોતાની શાનદાર ઇનિંગ્સથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તન્મય મંજુનાથે 50 ઓવરની એક મેચમાં 407 રનની તાબડતોડ ઈનિગ્સ રમી હતી. આ યુવા બેટ્સમેન આ ઈનિગ્સ માત્ર 165 બોલ રમ્યા હતા. તન્મય મંજુનાથે પોતાની આ ઈનિગ્સમાં 48 ચોગ્ગા ફટકાર્યા જ્યારે 24 સિક્સ ફટકારી હતી. તેની આ ઈનિગ્સ જોનારા ક્રિકેટ ચાહકો પાગલ થઈ ગયા છે.

કર્ણાટકના અંડર 16-ટૂર્નામેન્ટમાં રચ્યો ઈતિહાસ

તન્મય મંજુનાથે 407 રનની ઈનિગ્સ રમી ઈતિહાસ રચ્યો છે. તેમને જણાવી દઈએ કે, તન્મય મંજુનાથ સાગર ક્રિકેટ ક્લબ માટે રમે છે. શિમોગામાં 50-50 ઓવરના ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટ રમવામાં આવી છે. આ દરમિયાન તન્મયે પોતાની આ 407 રનની ઈનિગ્સ રમી છે. સાગર ક્રિકેટ ક્લબ માટે રમતા તન્મયે આ ઈનિગ્સ ભદ્રાવતી NTCC ટીમ વિરુદ્ધ રમી છે.

તન્મય મંજુનાથે ઐતિહાસિક ઇનિંગ રમી

ચાહકોને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો કર્ણાટકનો છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશન હેઠળ આ અંડર 16 ટૂર્નામેન્ટ રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ હેઠળ સાગર ક્રિકેટ ક્લબ અને ભદ્રાવતી વચ્ચે આ મેચ રમાઈ હતી. આ મેચમાં તન્મય મંજુનાથે આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે ટીમે 50 ઓવરમાં 583 રન બનાવ્યા હતા. ક્રિકેટ એકેડમીના કોચ નાગેન્દ્ર પંડિતે જણાવ્યું કે, તન્મય નાગેન્દ્ર ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">